શાહરુખની ફિલ્મ 'Zero' નું પોસ્ટર જોઈને ભડક્યો શીખ સમાજ, જાણો શું છે કારણ
ફિલ્મ પોતાના એક પોસ્ટરના કારણે વિવાદોમાં આવી ગઈ છે કારણકે ફિલ્મના એક પોસ્ટર પર શીખ સમાજ નારાજ થઈ ગયો છે.
હિંદી સિનેમાના કિંગ ખાન શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝીરો' નું ટ્રેલર તેમના જન્મદિવસે લોન્ચ થયુ. અપેક્ષા મુજબ જ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો પરંતુ હજુ તો ફિલ્મની ટીમ આ વાતની ઉજવણી કરે તે પહેલા આ ફિલ્મ પોતાના એક પોસ્ટરના કારણે વિવાદોમાં આવી ગઈ છે કારણકે ફિલ્મના એક પોસ્ટર પર શીખ સમાજ નારાજ થઈ ગયો છે.

ભડક્યો શીખ સમાજ
ફિલ્મના એક પોસ્ટરમાં શાહરુખ ખાનને કૃપાણ પહેરેલ બતાવવામાં આવ્યા છે જેના પર શીખ સમાજે વાંધો દર્શાવ્યો છે. શીખ સમાજનું કહેવુ છે કે ફિલ્મના પોસ્ટરમાં શાહરુખ કપડા વિનાના શરીર પર નોટોનો હાર પહેરીને અને ગળામાં ગાતરા (કૃપાણ) પહેરેલ જોવા મળી રહ્યા છે જે શીખોના પવિત્ર પાંચ કકારામાંથી એક છે. આને મજાકના અંદાજમાં દર્શાવવામાં આવ્યુ છે જેને સહન કરવામાં આવી શકે નહિ કારણકે તે ખોટુ છે જો કે શીખ સમાજની નારાજગી પર ફિલ્મની ટીમ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી.

લવ સ્ટોરી
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ઝીરો' ના ટ્રેલરમાં એક લવ સ્ટોરી જોવા મળી રહી છે. જે દર્શાવી રહી છે કે એક 38 વર્ષના ઠીંગણાને એક વ્હીલ ચેર પર ચાલતી એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. પરિસ્થિતિ બંનેને નજીક લાવે છે પરંતુ પછી અચાનક ઠીંગણા બન્ને બઉઆના જીવનમાં તેના બાળપણના પ્રેમની એન્ટ્રી થાય છે અને પછી શું થાય છે તેને જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ટ્રેલરને મળ્યા 54 મિલિયન વ્યૂઝ
‘ઝીરો' ના ટ્રેલરને ઈન્ટરનેટ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક દિવસમાં જ 54 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. એ કોઈ પણ બોલિવુડ ફિલ્મના ટ્રેલરને એક દિવસમાં મળેલા સૌથી વધુ વ્યૂઝ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
