Jolly Llb In Pics : કૉમેડીને ગંભીર ગણાવતાં અરશદ
મુંબઈ, 12 માર્ચ : મુન્નાભાઈ તથા ગોલમાલ સિરીઝ દ્વારા કૉમેડીમાં પોતાની ખાસ ઓળખ સ્થાપિત કરનાર અરશદ વારસીનું કહેવું છે કે કૉમેડી કરવી એક મુશ્કેલ કામ છે. હવે તેને ગંભીર અભિનયની જેમ લેવામાં આવે છે. તે ક્યારેય સરળ નથી હોતી.
પોતાના કૅરિયર અંગે અરશદ વારસીનું કહેવું છે કે ઇશ્કિયા ફિલ્મ બાદ તેમના કૅરિયરમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઇશ્કિયા ફિલ્મમાં તેમણે લીક સે હટકે કામ કર્યું છે. પોતાની આવનાર ફિલ્મ જૉલી એલએલબી અંગે અરશદ વારસીએ જણાવ્યું કે આ સુભાષ કપૂરની ફિલ્મ છે. તેમણે જણાવ્યું - હું ખુશ છું કે મને તેમાં કંઇક અલગ કરવાની તક મળી રહી છે.
જૉલી એલએલબી ફિલ્મમાં અરશદ વારસી એક વકીલની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મ એક કોર્ટ ડ્રામા પર આધારિત છે. અરશદ વારસીનું કહેવું છે કે અત્યાર સુધી ફિલ્મોમાં જે કોર્ટ બતાવાય છે, વાસ્તવિક નથી હોતી.
પોતાની સફળતા અંગે અરશદ વારસી કહે છે - હું આજે પણ એક એક્ટર છું કે જે માત્ર એક્ટિંગ કરે છે. હું સુપર સ્ટાર નથી. અરશદનું માનવું છે કે સુપર સ્ટાર તે જ હોય છે કે જે બૉક્સ ઑફિસે ફિલ્મની સફળતાની ગૅરંટી આપે છે. અરશદ પોતાના કૅરિયરમાં જુદા-જુદા રોલ્સ કરવા માંગે છે.
આવો આપને બતાવીએ અરશદ વારસીની આવનાર ફિલ્મ જૉલી એલએલબીની તસવીરી ઝલક.

તસવીરોમાં જુઓ જૉલી એલએલબી
સુભાષ કપૂર દિગ્દર્શિત જૉલી એલએલબી ફિલ્મમાં અરશદ વારસી સાથે અમૃતા રાવ પણ છે.

તસવીરોમાં જુઓ જૉલી એલએલબી
જૉલી એલએલબી ફિલ્મ દેશના કાનૂની સિસ્ટમને ફોકસ કરે છે. ફિલ્મમાં સૌરભ શુક્લા પણ અરશદ વારસી સાથે દેશના કાનૂની સિસ્ટમ ઉપર વ્યંગ્ય કરશે.

તસવીરોમાં જુઓ જૉલી એલએલબી
બોમન ઈરાની અને અરશદ વારસીનો નાતો મુન્નાભાઈ સિરીઝ સાથે શરૂ થયો હતો અને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જામે છે. આ ફિલ્મમાં પણ કોર્ટ રૂમમાં અરશદ અને બોમન વચ્ચે સંઘર્ષ જામશે અને તેમાંથી કૉમેડી સ્ફુરવાની નક્કી જ છે.

તસવીરોમાં જુઓ જૉલી એલએલબી
ફિલ્મના એક દૃશ્યમાં કદાચ પીછેહઠ બાદ ગુસ્સામાં જણાતાં બોમન ઈરાની.

તસવીરોમાં જુઓ જૉલી એલએલબી
અમૃતા રાવને પ્રપોઝ કરતાં અરશદ વારસી.

તસવીરોમાં જુઓ જૉલી એલએલબી
કોર્ટ રૂમમાં એક-બીજા સામે ઉગ્ર દલીલો કરતાં અરશદ અને બોમન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
