કાસ્ટિંગ કાઉચ વિશે ચિત્રાંગદા સિંહે પણ કર્યો ખુલાસો, મારી સાથે પણ આ થયુ પરંતુ...
બૉલિવુડની સુંદર અભિનેત્રીઓમાં શામેલ ચિત્રાંગદા સિંહે પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો છે.
બૉલિવુડની સુંદર અભિનેત્રીઓમાં શામેલ ચિત્રાંગદા સિંહે પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યુ કે, 'ઘણી વાર તેને આનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યુ, આ રીતના લોકો દરેક જગ્યાએ છે. મારા મૉડલિંગના સમયથી લઈને બૉલિવુડ ડેબ્યુ સુધી મે ઘણી વાર આવા લોકોનો સામનો કર્યો. કૉર્પોરેટ ઈન્ડસ્ટ્રીના પણ આ જ હાલ છે. હા, મારી સાથે પણ આ થયુ પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક એવી જહ્યા છે જ્યાં કોઈ કોઈને ફોર્સ નથી કરતુ. અહીં બધાની પાસે પૂરતી જગ્યા છે જ્યાં દરેક જણ પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. તમને ખરાબ ત્યારે લાગે છે જ્યારે તમારા પાસેથી કોઈ મોકો માત્ર આ કારણોસર છીનવાઈ જાય છે. પરંતુ આ તમારી ચોઈસ છે.'

મે પણ ઘણા પ્રોજેક્ટસ ગુમાવ્યા છે પરંતુ...
ચિત્રાંગદા સિંહે પોતાના અનુભવ વિશે બોલતા આગળ કહ્યુ, 'ખરાબ તો લાગે છે અને મે પણ ઘણા પ્રોજેક્ટ્સ ગુમાવ્યા છે પરંતુ જો એ વખતે તમે આ સાથે ખુશ છો તો એની સાથે જ જવુ જોઈએ. હું અહી કોઈને જજ કરવા માટે નથી. આ માત્ર યૌન પક્ષ માટે નહિ પરંતુ બીજા કામો માટે પણ હોય છે, જે લોકો ઈચ્છે છે. આ રીતે દુનિયા ચાલે છે, એટલા માટે તમે પોતાની વસ્તુઓ જાતે પસંદ કરો અને જે રીતે જીવવા ઈચ્છતા હોય એ રીતે જ જીવો.'

ચિત્રાંગદા બહુ જલ્દી લઈને આવવાની છે એક શૉર્ટ ફિલ્મ
તમને જણાવી દઈએ કે ચિત્રાંગદા ટૂંક સમયમાં એક શૉર્ટ ફિલ્મ લઈને આવવી છે જેનુ નામ 'લાગુ' છે. હાલમાં તે આ ફિલ્મની કહાની લખવામાં વ્યસ્ત છે. વળી,આ અંગેની માહિતી પણ તેણે ખુદ શેર કરી. તેણે કહ્યુ કે 'લૉકડાઉના કારણે અત્યારે તેની પાસે ઘણો ખાલી સમય છે અને તે આનો ફાયદો ઉઠાવવા માંગે છે. ચિત્રાંગદાએ કહ્યુ કે આ કહાનીને ખૂબ પ્રેમથી અને પૂરા મન સાથે લખી રહી છુ.'

આયુષ્માને પણ શેર કર્યો હતો અનુભવ
તમને જણાવી દઈએ કે ચિત્રાંગદા પહેલા આ સપ્તાહે જ આયુષ્માન ખુરાનાએ પણ પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યુ કે એક કાસ્ટિંગ ડાયરેક્ટરે લીડ રોલની અવેજમાં અમુક એવી માંગ રાખી જેણે આયુષ્માનને અસહજ કરી દીધા. જો કે તેમણે આ સ્થિતિનો સામનો ખૂબ જ શાલીનતાથી કર્યુ. તેમણે જણાવ્યુ,મને એક કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યુ હતુ, 'હું તમને લીડ રોલ આપીશ જો તુ મને તારુ ટૂલ બતાવીશ તો. મે શાલીનતાથી તેને સ્પષ્ટ ના પાડી દીધી.'

શું હોય છે કાસ્ટિગ કાઉટ
કાસ્ટિંગ કાઉચ એ અનૈતિક અને ગેરકાયદે વ્યવહારને કહે છે જેમાં કોઈને કામ અપાવવાના બદલે શારીરિક સંબંધ બનાવવાની માંગ કરવામાં આવે છે. ઘણીવાર સીનિયર લોકો જૂનિયર્સને આવી માગં કરે છે. જો કે ફિલ્મી જગતમાં આની સાથે જોડાયેલા કિસ્સાઓના કારણે લોકો કાસ્ટિંગ કાઉચ જેવી ધારણાથી રૂબરુ થયા, પરંતુ કોઈ પણ ફીલ્ડમાં હોઈ શકે છે. શાબ્દિક અર્થ પર જઈએ તો આને સમજવુ વધુ સરળ થશે. કાઉચનો અર્થ હોય છે સોફા. આ નિર્દેશક અને નિર્માતાઓના કાર્યાલયમાં રાખેલા સોફા તરફ ઈશારો કરે છે જ્યાં મહત્વાકાંક્ષી અભિનેતાઓ-અભિનેત્રીઓના ઈન્ટરવ્યુ થાય છે. કાસ્ટિંગનો અર્થ છે કોઈને ફિલ્મનો હિસ્સો બનાવવો અથવા તેને કાસ્ટ કરવા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
