Pics : ચિત્રાંગદા-જ્યોતિના છુટાછેડા મંજૂર, પુત્ર માતા પાસે રહેશે!
મુંબઈ, 18 એપ્રિલ : બૉલીવુડ અને તેના ફૅન્સ હજી તો હૃતિક રોશન અને સુઝાનના છુટાછેડાના આઘાતમાંથી બહાર પણ નથી આવી શક્યાં કે વધુ એક આવા જ દુઃખદ સમાચાર આવી રહ્યાં છે કે જે ફૅન્સને બેચેન કરી નાંખશે. અહીં વાત થઈ રહી છે સેક્સી હસીના ચિત્રાંગદા સિંહ અને તેમના પતિ ગોલ્ફર જ્યોતિ રંધાવા વિશે. બંનેએ ગત વર્ષે જ કોર્ટમાં છુટાછેડા માટેની અરજી દાખલ કરી હતી કે જેને હવે અધિકૃત રીતે મંજૂરી મળી ગઈ છે.
મળતી માહિતી મુજબ ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવાની પરસ્પર સંમતિથી છુટાછેડા થયાં. જોકે બંનેનો પુત્ર 5 વર્ષીય જોરાવર હજી બહુ નાનો છે. એટલે કોર્ટે તેનો કબ્જો માતા ચિત્રાંગદાને સોંપ્યો છે. 13 વર્ષ જૂનો લગ્નનો આ સંબંધ આમ તુટી જવાથી બૉલીવુડના ચાહકોને આંચકો લાગ્યો છે. કહે છે કે ચિત્રાંગદા-જ્યોતિના સંબંધમાં ભંગાણનું કારણ ચિત્રાંગદાનું ફિલ્મોમાં સક્રિય હોવું છે. ફિલ્મોના ચક્કરમાં ચિત્રાંગદા સિંહનું અંગત જીવન ખૂબ જ ઉલઝી ગયુ હતું અને તેથી બંને વચ્ચે ઝગડા વધી ગયા હતાં. એટલે જ બંનેએ છુટાછેડાનો નિર્ણય કર્યો હતો.
જોકે આ મુદ્દે ચિત્રાંગદા કે જ્યોતિ કોઈએ પણ મીડિયા સામે કોઈ નિવેદન આવ્યું નથી અને ક્યારેય પોતાના અંગત સંબંધો વિશે કોઈ ટિપ્પણી કરી છે. બંનેએ મે-2013માં છુટાછેડાની અરજી આપી હતી. તે અંગે મીડિયામાં સમાચાર આવ્યા હતાં, પરંતુ બંનેએ તેને દબાવવાની કોશિશ કરી હતી. ચિત્રાંગદાએ તે વખતે કહ્યુ હતું કે તેઓ પોતાના પતિ અને પુત્ર સાથે બહુ ખુશ છે. લોકો કોણ જાણે કેમ તેમનું લગ્ન જીવન તોડવામાં લાગેલા છે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે બંનેનું વૈવાહિક જીવન તો ક્યારનુંય ખતમ થઈ ચુક્યુ હતું.
ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડની તુટેલી જોડીઓ :

ચિત્રાંગદા-જ્યોતિ
ચિત્રાંગદા સિંહ અને તેમના પતિ ગોલ્ફર જ્યોતિ રંધાવાએ ગત વર્ષે કોર્ટમાં છુટાછેડા માટેની અરજી દાખલ કરી હતી કે જેને હવે અધિકૃત રીતે મંજૂરી મળી ગઈ છે. ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવાની પરસ્પર સંમતિથી છુટાછેડા થયાં. જોકે બંનેનો પુત્ર 5 વર્ષીય જોરાવર હજી બહુ નાનો છે. એટલે કોર્ટે તેનો કબ્જો માતા ચિત્રાંગદાને સોંપ્યો છે.

આમિર-રીના
બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાને પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી આમિર ખાનને એક પુત્ર છે. પછી આમિર-રીના વચ્ચે છુટાછેડાં થઈ ગયાં અને આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં. કિરણે પણ આમિરના એક પુત્રને જન્મ આપ્યો છે.

અમૃતા-સૈફ
સૈફ અલી ખાને પોતાનાથી મોટા વયના અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ પછી સૈફે અમૃતા સાથે છુટાછેડા લઈ લીધાં અને કરીના કપૂર સાથે લગ્ન કર્યાં. સૈફને અમૃતા વડે બે સંતાનો પુત્ર ઇબ્રાહીમ તેમજ પુત્રી સારા છે.

જાવેદ-હની
જાણીતા શાયર-લેખક જાવેદ અખ્તર તથા હની ઈરાનીને પણ લાંબા લગ્નજીવન દરમિયાન ફરહાન અને ઝોયા જેવા બે બાળકો છે, પણ પછી બંને જુદા થઈ ગયાં. જાવેદે પછી શબાના આઝમી સાથે લગ્ન કરી લીધાં.

મનીષા-સમ્રાટ
નેપાળી બાળા અને બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ સમ્રાટ દહાલ સાથે લગ્ન કર્યા હતાં. તાજેતરમાં જ બંનેએ છુટાછેડા લીધા હતાં. મનીષા ઘણાં વખતથી આ લગ્નથી ખુશ નહોતાં.

મલ્લિકા-કરણ
મલ્લિકા શેરાવતે પણ પોતાના પતિ કૅપ્ટન કરણ સિંહથી છુટાછેડા લઈ લીધા હતાં.

કોંકણા-રણવીર
કોંકણા સેન શર્મા અને રણવીર સૌરીએ લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યાં. તેમને એક પુત્ર છે, પરંતુ હવે આ સંબંધ છુટાછેડાના આરે છે.

હૃતિક-સુઝાન
હવે હૃતિક રોશન અને સુઝાન ખાન વચ્ચે પણ છુટાછેડા થઈ ચુક્યાં છે બંને વચ્ચે સંબંધ 17 વર્ષ જૂનો છહતો અને લગ્ન-સંબંધને પણ 13 વર્ષ થઈ ચુક્યાં હતાં. આ લગ્નથી તેમને બે સુંદર દીકરાઓ છે, પરંતુ હવે બંને છુટા પડી ચુક્યાં છે.

કરિશ્મા-સંજય
કરિશ્મા કપૂરે લાંબી ડેટિંગ બાદ બિઝનેસ મૅન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તેમને બે બાળકો પણ છે. લાંબો વખત સાથે રહ્યા બાદ પણ બંનેના છુટાછેડા થઈ ગયાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
