બ્રેસ્ટ બચાવવા માટે મે...ક્લીવેજ બતાવવા અને પતિ સાથે લિપલૉક પર લોકોએ સલાહ આપી તો..છવી મિત્તલે આપ્યો જવાબ
છવી મિત્તલે તેની કેન્સરની સફર વિશે વાત કરીને નેટીઝન્સને પણ જોરદાર જવાબ આપ્યો છે.
મુંબઈઃ અભિનેત્રી છવી મિત્તલે હાલમાં જ કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરે છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા તેનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના ચાહકો સાથે તેના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી. છવીએ કેટલીક એવી તસવીરો શેર કરી છે, જે ફેન્સને બિલકુલ પસંદ ન આવી અને લોકોએ છવીને આવુ ન કરવાની સલાહ આપી હતી. જો કે, અભિનેત્રીએ તેની કેન્સરની સફર વિશે વાત કરીને નેટીઝન્સને પણ જોરદાર જવાબ આપ્યો છે.

ફેન્સને અપડેટ આપે છે છવી
છવી મિત્તલની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના જીવનના અપડેટ્સ પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ છવીએ તેનો જન્મદિવસ ઉજવ્યો અને ચાહકો સાથે કેટલીક તસવીરો પણ શેર કરી.

પતિને કિસ કરતી દેખાઈ છવી
તસવીરોમાં છવી તેના પતિને કિસ કરતી જોઈ શકાય છે. છવી અને તેના પતિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. યૂઝર્સને તસવીરની આ સ્ટાઇલ પસંદ ન આવી અને લોકોએ તેમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ.

બ્રેસ્ટ કેન્સરમાંથી ઉભરી છે છવી
અભિનેત્રી હાલમાં જ બ્રેસ્ટ કેન્સરમાંથી બહાર આવી છે. આવી સ્થિતિમાં, છવીનો તેના પતિ સાથે કિસ કરવાનો આ વીડિયો નેટીઝન્સને પસંદ આવ્યો નથી. નેટીઝન્સે વધારે એક્સપોઝ ન કરવા અને પતિ સાથે આવી તસવીરો પોસ્ટ કરવાનુ ટાળવા કહ્યુ.

ટ્રોલર્સને ઝાટક્યા
છવીએ નવી પોસ્ટમાં આ બધી કોમેન્ટનો જવાબ આપ્યો. તમામ કોમેન્ટને એકસાથે રાખીને અભિનેત્રીએ લખ્યુ કે પહેલી કોમેન્ટમાં મહિલાને લાગે છે કે હું પોતાની 42મી બર્થડે પાર્ટીમાં શેર કરેલી તસવીરોમાં વધુ પડતુ રીવિલ કરી રહી છુ. બીજી કમેન્ટમાં તેણે આને મજબૂત ગણાવી. એક કમેન્ટ ક્લીવેજ માટે કરવામાં આવી.
છવીએ શેર કર્યુ દુઃખ
છવીએ કહ્યુ કે હું તમને કહી દઉ કે બ્રેસ્ટ કેન્સરની મારી આખી સફર વિશે જણાવવામાં મને સંકોચ ન થયો. તો શું હું મારા જન્મદિવસની ઉજવણીની આ ક્ષણો શેર કરવામાં અચકાઈશ? હું જાણુ છુ કે મારા સ્તનો બચાલવા માટે મે કેટલી લડાઈ કરી. તમે મારા સંઘર્ષને નહિ જાણી શકો. ક્લીવેજ વિશે તેણે કહ્યુ કે તે તેના પતિ સાથેના કિસિંગ ફોટો કરતાં વધુ પર્સનલ છે.

દોસ્તો સાથે મસ્તી કરતી દેખાઈ છવી
આ સાથે અભિનેત્રીએ બીજી તસવીર શેર કરી છે, જેમાં તે એક મિત્ર સાથે ગીત ગાતી જોવા મળી રહી છે. છવીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
