ચેન્નઈ એક્સપ્રેસમાં રાહુલને ટિકિટ મળી, અજય રહી ગયા વેટિંગમાં
મુંબઈ, 2 જાન્યુઆરી : બૉલીવુડના જાણીતાં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ પોતાના કૅરિયરમાં અત્યાર સુધી જેટલીય ફિલ્મો બનાવી છે, તેમાંથી મોટાભાગની ફિલ્મોમાં અજય દેવગણ હીરો રહ્યાં છે, પરંતુ આગામી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં આ વખતે અજય દેવગણને સીટ મળી નથી. ફિલ્મના હીરો છે શાહરુખ ખાન અને હીરોઇન દીપિકા પાદુકોણ છે. આ અગાઉ કહેવાતુ હતું કે ફિલ્મમાં કરીના કપૂર કે પછી અસીન હશે, પરંતુ દીપિકા લીડ રોલ પામવામાં સફલ રહ્યાં છે. શાહરુખ ખાન રાહુલ નામનું પાત્ર ભજવી રહ્યાં છે.

આપ વિચારતાં હશો કે આખરે વેટિંગ લિસ્ટમાં અજય કેવી રીતે કહેવાય? તો આપને બતાવી દઇએ કે હકીકતમાં ફિલ્મમાં અજય દેવગણ ગેસ્ટ ઍપીરિયંસમાં નજરે પડશે. શાહરુખ તો મેન હીરો છે એટલે કે તેમની ટિકટ કન્ફર્મ થઈ ચુકી છે જ્યારે અજયની સીટ કન્ફર્મ નથી થઈ, માટે તેઓ ગેસ્ટ ઍપીરિયંસમાં આવી ગયાં. ખેર જ્યાં સુધી ફિલ્મની વાત છે, તો ફિલ્મનું નામ જોઈ લાગે છે કે કદાચ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન ઉપર જ શુટ કરાઈ હશે. હકીકતમાં ફિલ્મ એક રાહુલ નામના છોકરાની આજુબાજુ ફરે છે કે જે મુંબઈથી રામેશ્વરમ સુધીની સફર કરે છે.
મુંબઈથી રામેશ્વરમ સુધીની સફર દરમિયાન અનેક બનાવો બને છે કે જે દર્શકોના દિલોમાં રોમાંચ પેદા કરે છે. જોકે ફિલ્મમાં શાહુખ એટલે કે આપણાં કિંગ ઑફ રોમાંસ છે, તો પછી રોમાન્ટિક સીન્સ પણ હશે, તો સાથે જ ફિલ્મ રોહિત શેટ્ટીની છે એટલે કૉમેડી અને એક્શનનો પણ ચોક્કસ સમાવેશ કરાશે. દીપિકા અને શાહરુખ પૂરા પાંચ વરસ પછી સાથે નજરે પડનાર છે. હાલ તો ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ચુક્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
