વધુ એક રેકૉર્ડ : બસ્સો કરોડ ક્લબમાં પહોંચી ચેન્નઈ એક્સપ્રેસ
મુંબઈ, 23 ઑગસ્ટ : શાહરુખ ખાન અભિનીત તથા નિર્મિત ચેન્નઈ એક્સપ્રેસે માત્ર 13 દિવસમાં 198 કરોડનો બિઝનેસ કરી લીધો છે. તેના પગલે હવે નક્કી જ છે કે ફિલ્મ 200 કરોડનો આંકડો સ્પર્શી લેશે અને આ સાથે જ ચેન્નઈ એક્સપ્રેસ 2013ની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ બની જશે.

ફિલ્મી પંડિતોએ જણાવ્યું કે શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ 200 કરોડ ક્લબના આંકડા કરતાં આગળ નિકળી આમિર ખાન અભિનીત 3 ઈડિયટ્સને પણ માત આપી શકે છે કે જેણે 204 કરોડનો બિઝનેસ કર્યો હતો. કેટલાંક અખબારોએ તો ચેન્નઈ એક્સપ્રેસનો 200 કરોડ ક્લબમાં સમાવેશ કરી લીધો છે. હવે માત્ર અધિકૃત પુષ્ટિ કરવાની બાકી છે.
સરવાળે એટલું કહી શકાય કે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મે જોરદાર ધમાલ મચાવી છે. તેથી શાહરુખ ખાને ગુરુવારે પોતાના ઘરે મન્નતમાં પોતાની ફિલ્મની આખી ટીમ માટે એક જોરદાર પાર્ટી યોજી હતી. શાહરુખ ખાન કહે છે કે તેઓ પોતાના ચાહનારાઓની હૃદયપૂર્વક ઇજ્જત કરે છે. તેથી તેમની પાર્ટીમાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સને પણ સન્માન આપવામાં આવ્યું. ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટી પણ હાજર હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
