ચશ્મે બદ્દૂર : દરેક મિત્ર કમીનો હોય છે...
મુંબઈ, 11 ફેબ્રુઆરી : અરે રખે ચૂકતાં. એવું અમે નથી કહેતાં, પણ દિગ્દર્શક ડેવિડ ધવનનું કહેવું છે કે જે લાંબાગાળે ફિલ્મ નિર્માણ કરી રહ્યાં છે. કૉમેડી ફિલ્મોના મહારથી ગણાતાં ડેવિડ ધવન 1981ની સુપરહિટ ફિલ્મ ચશ્મ-એ-બદ્દૂરની રીમેક બનાવી રહ્યાં છે કે જે એક-બીજા માટે જાન આપી દેતા મિત્રોની વાર્તા નથી, પણ કમીના મિત્રોની વાર્તા કહે છે.

આ વાર્તા છે એક એવા મિત્રની કે જે એક સુંદર છોકરીને પ્રેમ કરી બેસે છે, પરંતુ તેને પોતાના દિલની વાત કહી નથી શકતો. તેથી તે પોતાના મિત્રોની મદદ માંગે છે, પરંતુ તેના મિત્રો તેની મદદ કરવાના બદલે તેના પ્રેમને જ તેનાથી દૂર કરવા લાગી જાય છે અને પોતાનો રસ્તો બનાવવા લાગે છે. ચશ્મે બદ્દૂર વીતેલા જમાનાની ખૂબ જ સુંદર ફિલ્મોમાં ગણાય છે કે જેને આજે પણ લોકો જોવી પસંદ કરે છે.
૧૯૮૧માં આવેલી સાઇ પરાંજપેની ફિલ્મ ચશ્મ-એ-બદ્દૂરમાં રાકેશ બેદી, ફારુખ શેખ અને રવિ વાસવાણી મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે આ જ ફિલ્મની ડેવિડ ધવન દિગ્દર્શિત રિમેકમાં પાકિસ્તાની એક્ટર અલી ઝફર, સિદ્ધાર્થ, દિવ્યેન્દુ શર્મા અને તાપસી પન્નૂ લીડ રોલમાં છે. ગોર કરવાની બાબત એ છે કે લાંબાગાળે ફિલ્મ બનાવી રહેલ ડેવિડ ધવને આ ફિલ્મમાં પોતાના પુત્ર વરુણને નથી લીધો કે જેમની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ચુક્યો છે કે જેને યુટ્યુબ ઉપર સારો રિસ્પૉન્સ મળ્યો છે. ફિલ્મ 5મી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
