Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cannes Film Festival 2023 : આફ્ટર પાર્ટીમાં બ્લેક આઉટફિટમાં છવાઈ બોલિવૂડ હસીનાઓ, જુઓ ફોટો

કાન્સ બોલિવૂડની હસીનાઓ ધુમ મચાવી રહી છે. દુનિયાભરની હસીનાઓ કાન્સ પહોંચી રહી છે ત્યારે બોલિવૂડની હસીનાો પોતાની અદાઓથી છવાઈ રહી છે. અહીં યોજાયેલી નાઈટ પાર્ટીમાં બોલિવૂડની હસીનાઓ આગ બનીને કેમેરા સામે આવી હતી.

બોલિવૂડની સુંદરીઓ સારા અલી ખાન, ઉર્વશી રૌતેલા, માનુષી છિલ્લર અને એશા ગુપ્તા કાન્સમાં ખૂબસૂરતીથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ફેસ્ટિવલના પ્રથમ દિવસે મૃણાલ ઠાકુરે આફ્ટર પાર્ટીમાં પોતાની હોટ સ્ટાઇલથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Cannes Film Festival 2023

આ પાર્ટીમાં માનુષી છિલ્લર અને સારા અલી ખાન પણ સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. બોલિવૂડ સિવાય તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલી મૃણાલ ઠાકુરે કાન્સ 2023માં ડેબ્યૂ કર્યું છે. આ દરમિયાન મૃણાલ ઠાકુર આફ્ટર પાર્ટીમાં ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી.

પાર્ટીમાં મૃણાલ નેટેડ ર પેન્ટ અને બ્રાલેટ ટોપમાં જોવા મળી હતી. મૃણાલ ઠાકુર ખુલ્લા વાળ અને હાઈ હીલ્સ સાથે બોલ્ડ મેકઅપમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. મૃણાલે આ લુક પરસિક્વન્સ જેકેટ પહેર્યુ હતું.

અહીં સારા અલી ખાન પણ બ્લેક લુકમાં જોવા મળી હતી. સારા અલી ખાન આફ્ટર પાર્ટીમાં બ્રાલેસ લુકમાં પહોંચી હતી. અહીં સારા અલી ખાન ઓફ શોલ્ડર બ્રાલેસ લોંગ ગાઉનમાં જોવા મળી હતી. સારા આ લુકમાં પણ અદભૂત લાગી રહી હતી. સારા અલી ખાને આ વર્ષે કાન્સમાં ડેબ્યુ કર્યું છે.

સારા અને મૃણાલ સિવાય માનુષી છિલ્લર પણ કાન્સ પહોંચી છે.માનુષી દિવસ દરમિયાન સફેદ ગાઉનમાં જોવા મળી હતી અને નાઇટ પાર્ટીમાં ગોલ્ડન હાઇ હીલ્સ સાથે ઓફ-શોલ્ડર લોંગ ગાઉનમાં અદભૂત લાગી રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X