Pics : કૅંસર મુક્ત મનીષા ખુશખુશાલ, તસવીરો પોસ્ટ કરી
મુંબઈ, 11 જુલાઈ : બૉલીવુડના ઈલૂ ઈલૂ ગર્લ મનીષા કોઈરાલા કૅંસર મુક્ત થયાં બાદ ખુશખુશાલ અને હર્ષિત છે. તેમણે આ બાબતની સાબિતી રૂપે પોતાની ખુશખુશાલ અને સ્મિત ફરકાવતી તસવીરો પોતાના ફૅસબુક વૉલ ઉપર પોસ્ટ પણ કરી છે.
ન્યુયૉર્ક ખાતે છ માસ સારવાર માટે રહ્યા બાદ ગત માસના અંતે મનીષા કોઈરાલા સ્વદેશ પરત ફર્યાં હતાં. કૅંસર મુક્ત થઈ પરત ફરેલાં મનીષા પહેલાની જેમ જ સુંદર નજરે પડી રહ્યા હતાં. હવે તેઓ સ્વદેશમાં પોતાના ઘરે આરામ કરી રહ્યાં છે અને પોતાની જાતને ખૂબ જ ખુશ અનુભવી રહ્યાં છે. આ બાબતની સાબિતી આપતી કેટલીક બોલતી તસવીરો પણ મનીષાએ ફેસબુક વૉલ ઉપર પોસ્ટ કરી છે.
બૉલીવુડમાં બૉમ્બે, 1942 ઍ લવ સ્ટોરી તથા દિલ સે જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 42 વર્ષીય અભિનેત્રી મનીષા કોઈરાલાને ગત વર્ષે 28મી નવેમ્બરના રોજ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઓવેરિયન કૅંસરનું નિદાન થયાં બાદ મનીષા કોઈરાલા સારવાર માટે અમેરિકા ચાલ્યા ગયા હતાં. છેલ્લે તેઓ રામ ગોપાલ વર્મા નિર્મિત ભૂત રિટર્ન્સ નામની બૉલીવુડ ફિલ્મમાં દેખાયા હતાં.

જળવાયેલું સૌંદર્ય
મનીષા ભારત પહોંચી ગયાં છે અને હવે તેઓ સમ્પૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ અગાઉની જેમ જ સુંદર દેખાય છે.

ઘરે છે મનીષા
મનીષા હાલ આરામ કરી રહ્યાં છે. સ્વદેશ પરત ફર્યાં બાદ મનીષા મુંબઈમાં અંધેરી ખાતે આવેલ પોતાના ઘરે છે અને સમ્પૂર્ણ સ્વસ્થ પણ છે.

ઓવેરિયન કૅંસર
ગત વર્ષ 28મી નવેમ્બરના રોજ મનીષા કોઈરાલા અચાનક બેભાન થઈ જતાં તેમને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં ટેસ્ટ કરાયા બાદ સમાચાર મળ્યાં કે મનીષાને ઓવેરિયન કૅંસર છે.

અમેરિકામાં સારવાર
મનીષા સારવાર માટે અમેરિકા ગયા હતાં. તેમની ઉપર ન્યુયૉર્ક ખાતેની એક જાણીતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
