શું પઠાણ તોડી શકશે દંગલનો આ રેકોર્ડ? જાણો બોક્સ ઓફિસ કલેક્શન
બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર પાછો ફર્યો છે. તેને પડદા પર જોવા માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ છે. હવે આ ફિલ્મ રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે. આ સાથે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વધી રહ્યું છે.
બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર પાછો ફર્યો છે. તેને પડદા પર જોવા માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ છે. હવે આ ફિલ્મ રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે. આ સાથે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વધી રહ્યું છે. આ જ કારણ છે કે ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે 9મા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે. ચાલો જાણીએ ફિલ્મે 9મા દિવસે કેટલી કમાણી કરી છે.

પઠાણ કરી રહ્યું છે ધુંઆધાર કમાણી
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ પઠાણ સતત કમાણી કરી રહી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે શરૂઆતના દિવસે 57 કરોડનું કલેક્શન કર્યું હતું. આ પછી ફિલ્મે બીજા દિવસે 70.5 કરોડની કમાણી કરી હતી. ત્યારથી આ ફિલ્મ સતત કમાણી કરી રહી છે. પરંતુ, છઠ્ઠા દિવસથી આ આંકડો ઘટી રહ્યો છે.

9માં દિવસે કરી આટલી કમાણી
ફિલ્મ પઠાણે છઠ્ઠા દિવસે 23 કરોડની કમાણી કરી હતી. અને સાતમા દિવસે કુલ 23 કરોડનું કલેક્શન થયું. આ પછી ફિલ્મે આઠમા દિવસે 18.25 કરોડની કમાણી કરી હતી. હવે 9મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર થયું છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ પઠાણે 9મા દિવસે માત્ર 15 કરોડની કમાણી કરી હતી. પરંતુ, કુલ કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધી ફિલ્મે 364 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
|
પઠાણે વર્લ્ડવાઇડ કેટલી કરી કમાણી?
છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મની કમાણી ભલે ધીમી પડી હોય પરંતુ વિદેશોમાં પણ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ 9મા દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન શેર કર્યું છે. રમેશ બાલા અનુસાર, પઠાણે 9 દિવસમાં દુનિયાભરમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડાઓ પર નજર કરીએ તો એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે. જેનો અર્થ છે કે શાહરૂખ ખાનના પઠાણ આમિર ખાનની દંગલને પણ પાછળ છોડી શકે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
