BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ
બોલિવુડ સિંગર મીકા સિંહને દુબઈમાં ધરપકડ કરી લેવામાં આવી છે. મીકા પર સગીર યુવતી સાથે છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બોલિવુડ સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ કરી લેવામાં આવી છે. દુબઈ પોલિસે તેમને ગુરુવારે ધરપકડ કરી લીધી. મીકા પર એક કિશોરી સાથે છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મળેલ જાણકારી મુજબ મીકા પર બ્રાઝિલની એક નાગરિકે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

દુબઈ પોલિસે કરી ધરપકડ
કિશોરીની ફરિયાદ બાદ મીકાને દુબઈ પોલિસે ધરપકડ કરી મુરક્કાબાત પોલિસ સ્ટેશનમાં રાખ્યો છે. મીકા પર 17 વર્ષની બ્રાઝિલિયન કિશોરીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. જો કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે મીકાની પોલિસે ધરપકડ કરી હોય. પહેલા પણ ઘણી વાર મીકા જેલની હવા ખઈ ચૂક્યા છે.

કિશોરીને મોકલ્યો વાંધાજનક ફોટો
મીકા સિંહની બુધવારની રાતે 3 વાગે પોલિસે ધરપકડ કરી. પીડિત કિશોરી મોડલ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કિશોરીએ મીકા પર આરોપ લગાવ્યા છે કે તે તેને વાંધાજનક ફોટા મોકલતા હતા. તમને જણાવી દઈએ કે મીકા પોતાના સિંગિંગ પર્ફોર્મન્સ માટે દુબઈમાં હતા. મીકાના દોસ્ત પણ તેમને છોડાવવાની કોશિશ કરી રહ્યા છે.

પહેલા પણ જઈ ચૂક્યા છે જેલ
છેલ્લી વાર વર્ષ 2015માં મીકાને દિલ્લી પોલિસે ધરપકડ કરી હતી. જ્યારે તેમણે શો દરમિયાન એક ડૉક્ટરને થપ્પડ મારી દીધી હતી. વર્ષ 2006માં રાખી સાવંતને બર્થડે પાર્ટી દરમિયાન બળજબરીથી કિસ કરીને સમાચારોમાં આવ્યા હતા. મીકા સિંહ ઘણી વાર વિવાદોમાં સપડાયા છે.

મીકાના મોટા ભાઈ પર માનવ હેરાફેરીનો આરોપ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં પંજાબની પટિયાલા કોર્ટે મીકાના ભાઈ દલેર મહેંદીને માનવ હેરાફેરી મામલે દોષી ગણાવ્યા હતા. દલેર મહેંદી પર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ લાગ્યો છે. કોર્ટે તેમને દોષી ગણીને બે વર્ષની સજા સંભળાવી. સજાના એલાન બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી પરંતુ થોડી વાર બાદ તેમને જામીન પણ મળી ગયા હતા. હવે દલેરના નાના ભાઈ દુબઈ પોલિસની પકડમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
