Box Office: બાહુબલી v/s બજરંગી ભાઇજાન, જાણો કોણ પડ્યું કોના પર ભારી!
જુલાઇ મહિનો ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી માટે ખૂબ જ સફળ રહ્યો છે. આ મહિનામાં રિલિઝ થયેલી બે ફિલ્મો બજરંગી ભાઇજાન અને બાહુબલિએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે. એક જ મહિનામાં આ બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નીતનવો રેકોર્ડ તોડ્યા છે.
એક બાજુ જ્યાં બજરંગી ભાઇજાન ફિલ્મ દ્વારા સલમાન ખાનના ફેન્સે તેમને રમઝાનની ઇદી આપી છે. ત્યાર જ સાઉથના જાણીતા સ્ટાર પ્રભાસ અને બાહુબલી દ્વારા તેલુગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે અને આ જ ફિલ્મની હિંદી રિલિઝે પણ બજરંગી ભાઇજાનને ટેન્સન આપી દીધું હતું.
ત્યારે એક વાત તો છે કે આ બન્ને ફિલ્મોએ કરોડોની કમાણી કરી છે. સાથે જ દર્શકો પણ આ બન્ને ફિલ્મોથી છે ખુબ જ ખુશ. પણ આ બન્ને ફિલ્મોમાંથી કંઇ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની બાજી મારી છે તે જાણવાનો અમે અહીં પ્રયાસ કર્યો છે. તો જાણો આ વાત આ ફોટોસ્લાઇડરમાં...

કેવી રહી શરૂઆત
સલમાન ખાનની બજરંગી ભાઇજાને દુનિયાભરમાં એકી સાથે 5000 સ્ક્રીન પર રિલિઝ થઇ. ત્યાં જ બાહુબલિ દુનિયાભરમાં એકી સાથે 4200 સ્ક્રીન પર રિલિઝ કરવામાં આવી.

બોક્સ ઓફિસ કલેક્શન
બાહુબલીએ 50 કરોડની દમદાર એન્ટ્રી કરી. એટલું જ નહીં 5 દિવસમાં આ ફિલ્મે 215 કરોડ રૂપિયાનો વકરો કર્યો. સાથે જ તેને 200 કરોડની કલ્બમાં પણ એન્ટ્રી કરી. ભારત સિવાય આ ફિલ્મે USA પણ સારી ચાલી રહી છે.

બજરંગી ભાઇજાન
ત્યાં જ બીજી તરફ બજરંગી ભાઇજાને આંપનિંગ વિકેન્ડમાં 100 કરોડ રૂપિયાની ધમાકેદાર એન્ટ્રી કરી. 5 દિવસમાં દેશભરમાં આ ફિલ્મે 151 રૂપિયાનો વકરો કર્યો. વિદેશોમાં પણ આ ફિલ્મે 69.05 કરોડનું કલેક્શન કર્યું. આમ કુલ મળીને 5 દિવસમાં બજરંગી ભાઇજાને 220.10 કરોડની કમાણી કરી.

બ્લોકબસ્ટર
જો કે તે વાત તો બિલકુલ સાચી છે કે બન્ને ફિલ્મો બ્લોકબસ્ટર ફિલ્મો છે. અને તેવું મનાઇ રહ્યું છે કે આ અઠવાડિયે આ બન્ને ફિલ્મો 500 કરોડની કલ્બમાં પણ એન્ટ્રી મારી લે!.

બાહુબલી v/s બજરંગી ભાઇજાન
બાહુબલી 10 જુલાઇએ રિલિઝ થઇ અને બજરંગી ભાઇજાન 17 જુલાઇએ. બાહુબલીનું તેલુગુ વર્ઝન સુપર હિટ રહ્યું. જો કે હિંદી વર્ઝન પણ લોકોને પસંદ આવ્યું. નોંધનીય છે કે બાહુબલી સૌથી વધુ કમાણી કરનાર તેલગુ ફિલ્મ બની ગઇ છે.

બાહુબલી
બાહુબલીનું હિન્દી વર્ઝનની બીજા દિવસની બોક્સ ઓફિસ કમાણીમાં લગભગ 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે તેણે 5.15 કરોડ, શનિવારે 7.09 કરોડ એમ ત્રણ દિવસમાં તેણે કુલ 12.24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
