Pics : આ શુક્રવારે બૉક્સ ઑફિસે મોટો ધડાકો નહીં, માત્ર ટેટાઓ!
મુંબઈ, 23 ઑક્ટોબર : આવતા અઠવાડિયા ક્રિશ 3 ફિલ્મ રિલીઝ થવાની છે. ક્રિશ 3 જેવા મોટા ધડાકા પહેલા આ શુક્રવારે એટલે કે 25મી ઑક્ટોબરે નાના ટેટાઓ જ ફૂટશે એટલે કે કોઈ પણ મોટા ગજાની ફિલ્મો રિલીઝ નથી થવાની.
મળતી માહિતી મુજબ આ શુક્રવારે બૉક્સ ઑફિસ ઉપર કૉમેડી ફિલ્મ મિકી વાયરસ સહિત સાત ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાં રોમાંટિક ફિલ્મ ઇશ્ક એક્ચ્યુઅલી, ફૅમિલી ફિલ્મ સુપર સે ઉપર અને અમદાવાદ જંક્શનનો સમાવેશ થાય છે. સમીક્ષક તરણ આદર્શે જણાવ્યું - એવી પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ, કારણ કે તહેવારોની સીઝનના પગલે અનેક મોટી ફિલ્મો આવતા મહીને રિલીઝ થઈ રહી છે અને તેથી જ આ નાની ફિલ્મો માટે નવેમ્બર કોઈ અવકાશ નથી.
આવો તસવીરો સાથે જાણીએ આ શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો વિશે :

મિકી વાયરસ
આ અઠવાડિયે અનેક નવાગંતુક અભિનેતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મો આવી રહી છે. તેમાં મિકી વાયરસ દ્વારા મનીષ પૉલ તથા એલી અવરમ બૉલીવુડ કૅરિયર શરૂ કરવાના છે, તો સૌરભ વર્માની પણ તેમના દિગ્દર્શન હેઠળ આ પ્રથમ ફિલ્મ છે. 11 કરોડના બજેટ વાળી મિકી વાયરસ ફિલ્મ 1 હજાર સ્ક્રીન ઉપર રિલીઝ થશે. ફિલ્મ તામિળ અને તેલુગુમાં પણ બનવાની છે.

સૂપર સે ઊપર
જિગ્સૉ પિક્ચર્સ નિર્મિત તથા શેખર ઘોષ દિગ્દર્શિત સૂપર સે ઊપર ફિલ્મ પણ આ શુક્રવારે 25મી ઑક્ટોબરે રિલીઝ થશે કે જેમાં વીર દાસ લીડ રોલમાં છે.

વેક અપ ઇન્ડિયા
કનિષ્કા ફિલ્મ્સ અને બાલાજી એંટરટેનમેંટના બૅનર હેઠળ નિર્મિત વેક અપ ઇન્ડિયા પણ 25મી ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. બબલૂ શેષધારી દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ જોશી, અંજાન શ્રીવાસ્તવ તથા મુકેશ તિવારી નજરે પડશે.

ઇશ્ક એક્ચ્યુઅલી
અનીસ ખન્ના દિગ્દર્શિત ઇશ્ક એક્ચ્યુઅલી સાથે રાજીવ ખંડેલવાલ ફરી એક વાર મોટા પડદે નજરે પડશે. ફિલ્મમાં રાયો બખિરતા, નેહા આહુજા, નેહા ગહેલોત તથા સિદ્ધાર્થ વાન શિપ્લે પણ છે.

બુલ બુલબુલ બંદૂક
કરણ બુટાની દિગ્દર્શિત બુલ બુલબુલ બંદૂક ફિલ્મ પણ આ જ સપ્તાહે રિલીઝ થઈ રહી છે. તેમાં જિમી શેરગિલ, શ્રિયા સરન અને જૅકી શ્રૉફ છે.

અમદાવાદ જંક્શન
નેક્સજેન એંટરટનેમેંટની અપૂર્વ બાજપાઈ દિગ્દર્શિત અમદાવાદ જંક્શન પણ આ જ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રોહન જરદોશ, સૌરભ સિંહ તથા ગુંજન વ્યાસે અભિનય કર્યાં છે.

નવેમ્બરમાં ધડાકા
નવેમ્બરમાં બૉક્સ ઑફિસે મોટા ધડાકા થવાનાં છે. તેમાં સૌ પ્રથમ તો 1લી નવેમ્બરના રોજ રાકેશ રોશન નિર્મિત અને હૃતિક રોશન અભિનીત ક્રિશ 3 રિલીઝ થવાની છે, સંજય લીલા ભાનુશાળીની રામ લીલા પણ 15મી નવેમ્બરે રિલીઝ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
