ફરી વિવાદમાં હની સિંહ, બૉસના ગીતનો વલ્ગર શબ્દ થયો મ્યુટ
મુંબઈ, 12 ઑક્ટોબર : ફરી એક વાર યો યો હની સિંહના ગીત અંગે વિવાદ થયો છે, પણ આ વખતે ગીત હની સિંહના પ્રાઇવેટ આલબમમાંથી નથી, પણ અક્ષય કુમારની ફિલ્મ બૉસનું છે કે જે વિવાદમાં ફસાઈ ગયું છે. ફિલ્મના હિટ સૉંગ આંટી પુલિસ બુલા લેગી... હાલ લોકપ્રિય થયું છે, પણ આ ગીતનો એક શબ્દ બહુ વાંધાજનક છે અને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ શબ્દને મ્યુટ કરી દેવાયો છે.

નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડે એક ફરિયાદ નોંધાવી હતી કે આ અશ્લીલ શબ્દને હટાવી દેવામાં આવે. જો શબ્દ નહીં હટાવવામાં આવે, તો ગીતને બૅન કરી દેવું જોઇએ. હાલ શબ્દને મ્યુટ કરી વિવાદમાંથી બચવાની પહેલ કરાઈ છે.
નોંધનીય છે કે આ અગાઉ અક્ષયની આ ફિલ્મનો વિશ્વમાં સૌથી મોટા પોસ્ટર બદલ ગિનીઝ બુકમાં સમાવેશ કરાયો છે. આ પોસ્ટર બનાવવામાં ચાર માસનો સમય લાગ્યો હતો. એંથૉની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, શિવ પંડિત, ડૅની, રોનિત રૉય, જ્હૉની લીવર તેમજ અદિતી રાવ હૈદરી પણ છે. ફિલ્મ 16મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
