Pics : આશા સાથે મળી બૉલીવુડ આપશે પંચમ દાને શ્રદ્ધાંજલિ
મુંબઈ, 20 જાન્યુઆરી : અનુભવી આશા ભોસલે આજે સાંજે ભૂતકાળની યાદો અપાવતા ગીતો જેમ કે મેરા નામ શબનમ..., દમ મારો દમ.... ગુલાબી ચેહરા..., આ દેખેં જરા..., પિયા તૂ અબ તો આ જા... અને બીજા અનેક ગીતોની રજૂઆત કરવા તૈયાર છે. આ સાથે જ આશા ભોસલે અને આખુ બૉલીવુડ સુરોના બાદશાહ સંગીતકાર આર ડી બર્મન એટલે કે પંચમ દાને શ્રદ્ધાંજલિ અર્પશે.
મુંબઈના એનસીઆઈએમ સ્ટેડિયમ ખાતે આજે સાંજે યોજાનાર જિયોની જીઆઈએમએ ઍવૉર્ડ્સ સમારંભમમાં પંચમ દાને સુરો દ્વારા યાદ કરવામાં આવશે. આ કાર્યક્રમની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમમાં હની સિંહના હિટ ગીતો સાંભળવા મળશે, તો સોનાક્ષી સિન્હા પણ પોતાના ફિલ્મી ગીતોમાં ગ્લૅમર તડકો લગાવશે. મીકા સિંહ પણ પોતાની ઝડપી શૈલીમાં લોકોનું મનોરંજન કરશે. રણવીર સિંહ આ ઇવેંટને હોસ્ટ કરવાનાં છે.
જીઆઈએમએ ઍવૉર્ડ્સમાં આદિત્ય નારાયણ, શેફાલી અલ્વારેસ, અંકિત તિવારી, શ્રીરામ, ભૂમિ, અદિતી સિંહ શર્મા, સિદ્ધાર્થ મહાદેવન, નિખિલ પૉલ જ્યૉર્જ સહિત અનેક ઉપસતા કલાકારોનો એક જૂથ એક ખાસ પ્રસ્તુતિ કરશે અને વીતેલા વર્ષોના ચાર્ટ બસ્ટરોનું પ્રદર્શન કરશે.
આવો તસવીરોમાં જોઇએ જીઆઈએમએ ઍવૉર્ડ્સની તૈયારીઓ :

સંગીતને સમર્પિત
જીઆઈએમએ ફિલ્મ અને ગેરફિલ્મ સંગીતની વિદ્યાના ક્ષેત્ર એક એકીકૃત મંચ તથા ભારતીય સંગીતને આગળ વધારવા માટે ઓળખ આપે છે.

નવી કૅટેગરીઓ ઉમેરાઈ
ચોથા જીઆઈએમએ ઍવૉર્ડ્સમાં નવી કૅટેગરીઓ ઉમેરવામાં આવી છે. તેમાં 13 ગેર ફિલ્મ સંગીત અને 11 ફિલ્મ સંગીત કૅટેગરીઓનો સમાવેશ થાય છે.

રણવીર હોસ્ટ
અભિનેતા રણવીર સિંહ આ ચોથા જીઆઈએમએ ઍવૉર્ડ્સની યજમાની કરશે. રણવીર સિંહ અગાઉ બીજી આવૃત્તિની જયમાની કરી ચુક્યાં છે.

શાનદાર મંચ
રણવીરે આ અંગે જણાવ્યું - હું ગઈ વખતે રોમાંચિત હતો, કારણ કે દેશના સર્વશ્રેષ્ઠ સંગીતકારો અને ગાયકો સાથે વાતચીત કરવાની તક મળી હતી. આ પુરસ્કાર સમારંભ શાનદાર મંચ છે. હું આજે ભારતીય સંસ્કૃતિના એક અભિન્ન અંગ સાથે જશ્ન ઉજવી ખુશ છું.

જીઆઈએમએ ઍવૉર્ડ્સની તૈયારીઓ
જીઆઈએમએ ઍવૉર્ડ્સની તૈયારીઓ

રીચા
જીઆઈએમએ ઍવૉર્ડ્સની તૈયારીઓ કરતાં રીચા ચડ્ઢા.

દીકરીઓ સાથે ઉષા
જીઆઈએમએ ઍવૉર્ડ્સની તૈયારીઓ કરતાં દીકરીઓ અંજલિ અને સન્ની સાથે ઉષા ઉત્થુપ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
