આવો જોઇએ બૉલીવુડના ટૉપ 10 મોમ્સ-પોપ્સ
મુંબઈ, 26 સપ્ટેમ્બર : મંગળવારે અક્ષય કુમારના જીવનમાં એક વ્હાલસોયી દીકરીનો પ્રવેશ થયો અને અક્ષય તેમજ ટ્વિંકલ ખન્ના બૉલીવુડના હમ દો હમારે દો ગ્રુપના સભ્ય પણ થઈ ગયાં. અક્ષય અગાઉ પણ બૉલીવુડમાં ઘણા બધા હીરો આ ગ્રુપનું સભ્યપદ હાસલ કરી ચુક્યાં છે. તેમાં શાહરુખ ખાન, હૃતિક રોશન, આમિર ખાન જેવા મોટા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. હવે અક્ષય પોતાની લાડકડી બેબીના નામ અંગે વિચારવામાં લાગી ગયાં છે.
અક્ષયને આંગળે બેબીના અવતરણ બાદ સમગ્ર બૉલીવુડ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. સોનાક્ષી સિન્હાએ ટ્વિટર દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે. અક્ષય હાલ પોતાની ફિલ્મ ઓહ માય ગૉડ એટલે કે ઓએમજીના પ્રમોશનને લઈને વ્યસ્ત છે.
હવે જોઇએ બૉલીવુડના હૉટ મોમ્સ અને હૈંડસમ પોપ્સના બાળકોની તસવીરો.

ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યા
આરાધ્યાની એક ઝલક પામવા બધા આતુર હતાં, પરંતુ ઐશ્વર્યાએ હંમેશા પોતાની બાળકીને કેમેરાથી બચાવીને જ રાખી. એટલું જ નહિં આ વર્ષે યોજાયેલ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પણ ઐશ્વર્યા રાયે પોતાની પુત્રીને બધાની નજરોથી બચાવીને રાખી. પણ તાજેતરમાં જ ઐશ્વર્યા જ્યારે પોતાના પતિ એટલે કે અભિષેક બચ્ચનને મળવા શિકાગો જઈ રહ્યા હતાં, ત્યારે કેમેરાએ તેમની પુત્રીની તસવીરો ખેંચી જ લીધી.

આમિર ખાન અને તેમના પુત્રો આઝાદ તથા જુનૈદ
આમિર ખાને બે લગ્ન કર્યાં છે અને તેમને બે પુત્રો છે. પ્રથમ પત્નીથી અવતરેલ પુત્રનું નામ છે જુનૈદ અને બીજી પત્ની કિરણ રાવથી અવતરેલ પુત્ર છે આઝાદ. તાજેતરમાં જ પોતાની ફિલ્મ ધૂમ 3ના શુટિંગ માટે શિકાગો ગયેલ આમિર સાથે આઝાદ અને કિરણ પણ હતાં.

શાહરુખ ખાન અને તેમના સંતાનો સુહાના તેમજ આર્યન
બૉલીવુડના કિંગ ખાન માટે તેમના બંને સંતાનો તેમની જાન છે. શાહરુખને પોતાની પુત્રી સાથે કઈંક વધુ જ પ્રેમ છે. ગૌરી ખાનનું કહેવું છે કે શાહરુખ આ દુનિયામાં જો કોઈનાથી ડરતા હોય, તો તે છે તેમની પુત્રી સુહાના.

શ્રીદેવી અને તેમની પુત્રીઓ ખુશી તેમજ જાહ્નવી
15 વર્ષ પછી ઇંગ્લિશ વિંગ્લિશ ્વારા ફરી એક વાર બૉલીવુડમાં કમબેક કરી રહેલાં શ્રીદેવીને સંતાનોમાં બે પુત્રીઓ છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન શ્રીદેવી દરેક સ્થળે પોતાની 15 વરસની દીકરી જાહ્નવીને લઈને જાય છે. આ વાતથી લોકોને અંદાજો આવી ગયો કે તેમની પુત્રી પણ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર છે, પરંતુ શ્રીદેવીએ જણાવ્યું કે તેમની પુત્રી હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિસાબે બહુ નાની છે.

સૈફ અલી ખાન તથા તેમના સંતાનો સારા અને ઇબ્રાહીમ
સૈફ અલી ખાન કે જે ટુંકમાં જ કરીના કપૂર સાથે લગ્ન કરવાનાં છે, તેમના બે સંતાનો છે. સૈફની પ્રથમ પત્ની હતી બૉલીવુડ અભિનેત્રી અમૃતા સિંઘ. અમૃતા દ્વારા સૈફના બે સંતાનો છે પુત્રી સારા અને પુત્ર ઇબ્રાહીમ. સારા ટુંકમાં જ ફિલ્મોમાં એન્ટ્રી કરનાર છે.

અજય દેવગણ તથા તેમની પુત્રી ન્યાસા
બૉલીવુડમાં ટોચે રહી ચુકેલી અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યાં બાદ અજય દેવગણના જીવનમાં પણ એક નન્હી પરી આવી. તેનું નામ છે ન્યાસા.

શિલ્પા શેટ્ટી અને તેમનો પુત્ર વિયાન
તાજેતરમાં જ બિઝનેશ ટાયકૂન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરનાર હૉટ શિલ્પા શેટ્ટી પણ માતા બની ચુક્યાં છે. તેમના પુત્રનું નામ છે વિયાન.

હૃતિક રોશન અને તેમના પુત્રો રેહાન તેમજ રિધાન
પોતાના બાળપણના પ્રેમ સુઝાન સાથે લગ્ન કરી હૃતિકે અનેક યુવતીઓના દિલ તોડી નાંખ્યા. હૃતિકને સુઝાને તેમના પ્રેમના બદલામાં આપ્યા બે વ્હાલા પુત્રો. તેમના નામ છે રેહાન અને રિધાન.

સુનીલ શેટ્ટી અને તેમનો પુત્ર આહાન
બૉલીવુડના યંગ તેમજ એંગ્રી મેન રહી ચુકેલ સુનીલ શેટ્ટીનો એક પુત્ર છે અને તેનું નામ છે આહાન.

અક્ષય કુમારનો પુત્ર આરવ
25મી સપ્ટેમ્બરે બૉલીવુડના ખેલાડીએ ફરી વાર પિતા બનવાની ખુશી મેળવી છે. આ અગાઉ અક્ષયને એક પુત્ર છે આરવ અને હવે ટ્વિંકલે પુત્રીને જન્મ આપ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
