Father's Day Special: બોલિવૂડના સિંગલ અને ચાર્મિંગ ફાધર્સ
બોલિવૂડના સિંગલ ફાધર્સ, જે માતા અને પિતાની જવાબદારી એકલે હાથે ઉઠાવી રહ્યાં છે.
આજે ફાધર્સ ડે છે. બોલિવૂડમાં અને સાહિત્યમાં માતા અને મધર્સ ડેને ખૂબ મહત્વ આપવામાં આવે છે. પરંતુ માતાની માફક જ પિતા પણ બાળકના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને તે પણ માતાની માફક જ પોતાના બાળકની સુરક્ષા માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે.
બોલિવૂડમાં પણ એવા જ કેટલાક સિંગલ ફાધર્સ છે, જેઓ માતા અને પિતાની જવાબદારી એકલે હાથે નિભાવી રહ્યાં છે. બોલિવૂડના સિંગલ ફાધર્સના આઇડિયલ પર આવો નાંખીએ એક નજર...

તૃષાર કપૂર
જીતેન્દ્રનો પરિવાર સામાજિક ક્ષેત્રે રૂઢિ તોડવામાં માઇલસ્ટોન સાબિત થયો છે. જીતેન્દ્રના પુત્ર તૃષાર કપૂર મેરિડ નથી, પરંતુ તેમણે સેરોગેસીની મદદથી પોતાના બાળકને જન્મ આપ્યો છે. તૃષારના પુત્રનું નામ છે લક્ષ્ય. થોડા સમય પહેલાં જ લક્ષ્યનો પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

કરણ જોહર
કરણ જોહર પણ અનેક બાબતે માઇલસ્ટોન સાબિત થયાં છે. કરણ જોહર સિંગલ છે અને થોડા સમય પહેલાં જ તેઓ પણ સેરોગેસીની મદદથી પિતા બન્યા છે. કરણ જોહરના બે બાળકો છે, યશ અને રૂહી. થોડા સમય પહેલાં કરણ જોહરે ટ્વીટર પર પોતાનું ટ્વીટર બાયો ચેન્જ કરીને લખ્યું છે, રૂહી અને યશના પિતા, હીરુ અને યશનો પુત્ર.

રાહુલ દેવ
રાહુલ દેવ બોલિવૂડનો જાણીતો ચહેરો છે. તે અનેક ફિલ્મોમાં નેગેટિવ પાત્ર ભજવી ચૂક્યાં છે. 'દિલ બોલે ઓબરોય' નામના શોમાં પણ તે નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા છે. પરંતુ રિયલ લાઇફમાં રાહુલ હીરો સાબિત થયાં છે. રાહુલ એક સિંગલ ફાધર છે. વર્ષ 2009માં તેમની પત્નીના નિધન બાદ રાહુલ એકલે હાથે જ પોતાના દિકરાનો ઉછેર કરી રહ્યાં છે.

રાહુલ બોઝ
જાણીતા બોલિવૂડ એક્ટર એક રીતે ઓલ રાઉન્ડર છે. તે બોલિવૂડ અને બંગાળી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે, સાથે જ તે ડાયરેક્ટર, સ્ક્રિનરાઇટર, સોશિયલ એક્ટિવિસ્ટ, રગ્બી પ્લેયર અને સિંગલ ફાધર છે. તેમણે અંદામાન નિકોબારના 6 બાળકોને દત્તક લીધાં છે અને તેઓ એકલે હાથે તેમનો ઉછેર કરી રહ્યાં છે.

સુષ્મિતા સેન
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન વિના આ લિસ્ટ અધૂરું છે. સુષ્મિતા સેન પરફેક્ટ મમ્મી છે અને સાથે અલીશા અને રિનીના પિતાની જવાબદારી પણ તે ખૂબ સારી રીતે નિભાવી રહી છે. સુષ્મિતા સેને બે પુત્રીઓ દત્તક લીધી છે, બંન્ને પુત્રીઓ અવારનવાર સુષ્મિતા સાથે જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
