PICs : ‘સજોડે’ Welcome 2015 કહેવા તૈયાર છે બૉલીવુડ સ્ટાર્સ...
મુંબઈ, 30 ડિસેમ્બર : ન્યુ ઈયર એટલે કે વર્ષ 2015ના આગમન વચ્ચે હવે થોડાક જ કલાકો રહી ગયા છે. તેવામાં ફિલ્મી સ્ટાર્સ પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી રજા પર નિકળી ગયા છે. અનેક સિતારાઓ આ વખતે પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવાના છે, તો અનેક કલાકારો આ વખતે કામની વચ્ચે જ ક્રૂ સાથે ન્યુ ઈયરની ઉજવણી કરનાર છે, જ્યારે કેટલાક સ્ટાર્સ સ્ટેજ શોની તૈયારીઓમાં લાગેલા છે.
બૉલીવુડ સ્ટાર્સ માટે એમ તો વિદેશમાં જુદી-જુદી જગ્યાઓ ફૅવરિટ હોય છે, પણ આ વખતે લાગે છે કે બૉલીવુડ વાળાઓનું ફૅવરિટ હૉલીડે ડેસ્ટિનેશન દુબઈ બની ગયું છે. શાહરુખ ખાન, હૃતિક રોશન સહિત અનેક બૉલીવુડ સ્ટાર્સ દુબઈમાં પરિવાર સાથે ન્યુ ઈયરની ઉજવણી કરવા પહોંચ્યા છે, તો કિક ફૅમ સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા છે કોલમ્બિયા. આ બંને વચ્ચેના અફૅર અંગે કિક ફિલ્મ બાદથી ચર્ચામાં છે. બંને સાથે કોલમ્બિયા રવાના થયા છે.
બૉલીવુડની પ્રખ્યાત જોડીઓની વાત નિકળી છે, તો સલમાન-જૅક જ કેમ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર અને કૅટરીના કૈફ જેવી જોડી કઈ રીતે ભૂલી શકાય. આ બંને જોડીઓ પણ ન્યુ ઈયરની ઉજવણી સાથે જ કરે, તેવી શક્યતા છે. દીપિકા માલદીવ, તો કૅટરીના લંડનમાં છે અને શક્યતા છે કે દીપિકા પાછળ રણવીર માલદીવ અને કૅટ પાછળ રણબીર લંડન પહોંચી શકે છે.
ચાલો આપને સ્લાઇડર સાથે બતાવીએ બૉલીવુડ સ્ટાર્સના ન્યુ ઈયર સેલિબ્રેશન પ્લાન :

શાહરુખ ખાન
કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન આ વખતે દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરશે. તેમની પત્ની ગૌરી અને દીકરી સુહાના અગાઉથી જ દુબઈ ખાતે આવેલા પોતાના ઘરે છે અને એક પાર્ટી પ્લાન કરી રહી છે. શાહરુખ-આર્યન લગભગ પહોંચવાના આરે જ હશે.

વિરાટ-અનુષ્કા
અનુષ્કા શર્મા હાલ વિરાટ ઘેલા બની ચુક્યા છે. વિરાટ કોહલી હાલ ઑસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમ સાથે છે. અનુષ્કા પણ ત્યાં પહોંચી ચુક્યા છે. આમ અનુષ્કા-વિરાટ ઑસ્ટ્રેલિયામાં મેલબૉર્ન ખાતે ન્યુ ઈયર સેલિબ્રેશન કરવાના છે.

હૃતિક રોશન
હૃતિક રોશન પોતાના બંને દીકારઓ રિદાન તથા રિહાન સાથે દુબઈમાં નવું વર્ષ ઉજવશે. ગત અઠવાડિયે જ બંને પોતાના પપ્પાને મળવા દુબઈ ગયા હતાં. હૃતિક હાલ એક કૉમર્સિયલ શૂટ માટે દુબઈમાં છે. હૃતિક સાથે તેમના માતા પિંકી અને પિતા રાકેશ રોશન પણ છે.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે નવા વર્ષની ઉજવણી માલદીવ ખાતે કરવાના છે. દીપિકા સાથે તેમનો આખો પરિવાર પણ છે. જોકે આશા સેવાઈ રહી છે કે બાજીરાવ મસ્તાનીના તેમના કો-સ્ટાર અને રીયલ લાઇફ બૉયફ્રેન્ડ રણવીર સિંહ પણ માલદીવ પહોંચી શકે છે.

શ્રીદેવી
આ તસવીર તો ગયા વર્ષની માલદીવ ખાતેની છે, પરંતુ આ વર્ષે પણ શ્રીદેવી ફૅમિલી ન્યુ ઈયર સેલિબ્રેશનની તૈયારીમાં છે. શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર તથા બંને દીકરીઓ જ્હાનવી અને ખુશી સાથે દુબઈ પહોંચી ગયાં છે.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે નવા વર્ષની ઉજવણી માલદીવ ખાતે કરવાના છે. દીપિકા સાથે તેમનો આખો પરિવાર પણ છે. જોકે આશા સેવાઈ રહી છે કે બાજીરાવ મસ્તાનીના તેમના કો-સ્ટાર અને રીયલ લાઇફ બૉયફ્રેન્ડ રણવીર સિંહ પણ માલદીવ પહોંચી શકે છે.

સૈફ-કરીના
ન્યુ ઈયરની ખાસ ઉજવણી માટે છોટે નવા સૈફ અલી ખાન અને તેમના પત્ની કરીના કપૂર સ્વિટ્ઝરલૅન્ડ પહોંચી ગયા છે.

રણબીર-કૅટ
રણબીર કપૂર અને તેમના ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ પણ નવું વર્ષ સાથે-સાથે ઉજવવાના છે. કૅટ તો પોતાના પરિવાર પાસે લંડન પહોંચી ચુક્યાં છે. રણબીર કપૂર પણ મુંબઈ ખાતેના ઍરપોર્ટ પર અયાન મુખર્જી સાથે કૅમેરે કેદ થયા છે. શક્ય છે કે તેઓ પણ લંડન માટે જ રવાના થયા હશે.

આલિયા-સિદ્ધાર્થ
સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના કો-સ્ટાર આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે પણ કહેવાય છે બંને સાથે મળી ન્યુ ઈયર ઉજવવાનું પ્લાનિંગ કરીરહ્યાં છે. શક્યતા છે કે બંને ન્યુયૉર્કમાં ન્યુ ઈયર ઉજવી શકે છે.

વરુણ ધવન
આલિયાએ સિદ્ધાર્થનો સાથ લેતા કદાચ વરુણ ધવન એકલા પડી ગયાલાગે છે. હા જી, વરુણ ધવન હાલ એબીસીડી 2ના શૂટિંગ માટે લૉસ એંજલ્સમાં છે કે જ્યાં તેમના કો-સ્ટાર શ્રદ્ધા કપૂર પણ છે. એટલે વરુણ આ વખતે નવું વર્ષ શ્રદ્ધા સાથે ઉજવશે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર નવા વર્ષની ઉજવણી દક્ષિણ આફ્રીકામાં પોતાના પરિવાર સાથે કરશે.

સલમાન-જૅક
કિક ફૅમ સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા છે કોલમ્બિયા. આ બંને વચ્ચેના અફૅર અંગે કિક ફિલ્મ બાદથી ચર્ચામાં છે. બંને સાથે કોલમ્બિયા રવાના થયા છે.












Click it and Unblock the Notifications
