Pics : બૉલીવુડ લાલધુમ : સોનમે ગૅંગ રેપને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું
મુંબઈ, 26 ઑગસ્ટ : મુંબઈમાં એક મહિલા ફોટો પત્રકાર સાથે ગૅંગ રેપના બનાવ બાદ સિનેમા ઉદ્યોગ પોતાને લજ્જિત અનુભવી રહ્યો છે. આ શહેર ક્યારેક મહિલાઓ માટે સૌથી સલામત ગણાતુ હતું. મુંબઈમાં બંધ પડેલી એક મિલમાં ગુરુવારે સાંજે 22 વર્ષીય મહિલા ફોટો પત્રકાર સાથે દુષ્કર્મ થયો હતો. બૉલીવુડ દ્વારા આ શરમજનક ઘટના વિરુદ્ધ આજે રેલી કાઢવામાં આવી અને આ રેલી દરમિયાન સોનમ કપૂરે જણાવ્યું કે મુંબઈ ગૅંગ રેપ કાયરતાપૂર્ણ કૃત્ય છે.
બૉલીવુડ સ્ટાર્સ તથા પત્રકારો દ્વારા સોમવારે મુંબઈમાં જૉગર્સ પાર્કથી ઍમ્ફી થિયેટર સેંટર રોડ સુધી માર્ચ કાઢવામાં આવી કે જેમાં બળાત્કાર વિરોધી પોસ્ટરો અને બૅનરો સાથે કલાકારો તથા પત્રકારો જોડાયાં. તેમાં સોનમ કપૂર તથા રેશ્મા ડિસૂઝા, સોહા મોહપાત્રા, કરણવીર બોહરા, ટીજે સિંધુ, કુશાલ પંજાબી, અપર્ણા બાજપાઈ, સતીશ રેડ્ડી, દિલીપ તાહિલ તથા ધારાસભ્ય બાબા સિદ્દીકીનો સમાવેશ થાય છે.
આવો જોઇએ તસવીરો અને જાણીએ વધુ વિગતો :

કાયરતાપૂર્ણ કૃત્ય
સોનમ કપૂરે આ પ્રસંગે જણાવ્યું - હું સાચે જ આઘાતમાં છું. મુંબઈ ગૅંગ રેપનો બનાવ કાયરતાપૂર્ણ કૃત્ય છે.

ન્યાય જોઇએ
દિલીપ તાહિલે જમાવ્યું કે આ એક શરમજનક બનાવ છે અને અમારે ન્યાય જોઇએ. બળાત્કારીઓને સખતમાં સખત સજા થવી જોઇએ.

કોઈ શહેર સલામત નથી
કરણવીર બોહરાએ જણાવ્યું કે ભારતમાં હવે કોઈ પણ શહેર મહિલાઓ માટે સલામત નથી રહ્યું.

કાનૂન-વ્યવસ્થા સામે પ્રશ્નચિહ્ન
કન્નડ અભિનેત્રી રેશ્મા ડિસૂઝાએ શહેરની સલામતી વ્યવસ્થા અને કાનૂન-વ્યવસ્થા સામે જ પ્રશ્નચિહ્ન મૂક્યો.

હવે બહુ થઈ ગયું
કુશાલ પંજાબીએ જણાવ્યું કે હવે બહુ થઈ ગયું. હવે જો આપણે કાર્યવાહી નહિં કરીએ, તો વાત ખતમ થઈ જશે. આ સમગ્ર ભારતની ચિંતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
