બોલિવૂડ સ્ટાર જેમણે બદલ્યા પોતાના નામ, જાણો તેમના અસલની નામ
નામ બદલવાનો ટ્રેન્ડ આજકાલ ચાલી રહ્યો છે અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ આવું જ છે. બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમણે પોતાનું અસલી નામ બદલીને પોતાને નવું નામ આપ્યું છે. અહીં અમે તમને બોલીવૂડ સ્ટાર્સના અસલી નામોથી પરિચિત ક
નામ બદલવાનો ટ્રેન્ડ આજકાલ ચાલી રહ્યો છે અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ આવું જ છે. બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમણે પોતાનું અસલી નામ બદલીને પોતાને નવું નામ આપ્યું છે. અહીં અમે તમને બોલીવૂડ સ્ટાર્સના અસલી નામોથી પરિચિત કરીશું જેમણે બોલીવુડમાં પગ મૂક્યા પછી તેમના નામ બદલી નાખ્યા હતા.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું અસલી નામ 'ઇન્કિલાબ શ્રીવાસ્તવ' છે. તેમના સ્ક્રીન નામ અમિતાભ બચ્ચન છે, જોકે અમિતાભ બિગ-બી અને અમિતાજી તરીકે પણ ઓળખાય છે.

સલમાન ખાન
બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાનનું અસલી નામ 'અબ્દુલ રાશીદ ખાન' છે. ભાઈજાને પોતાનુ ઓન સ્ક્રીન નામ સલમાન ખાન રાખ્યું છે.

અક્ષય કુમાર
બોલિવૂડના જાણીતા ખિલાડી કુમારનું અસલી નામ 'રાજીવ હરિ ઓમ ભાટિયા' છે. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી અક્ષયે તેનું નામ બદલ્યું અને 'અક્ષય કુમાર' તરીકે પ્રખ્યાત થયા હતા.

અજય દેવગણ
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સિંઘમનું અસલી નામ 'વિશાલ વીરુ દેવગન' છે. અજય દેવગન બોલિવૂડનો સૌથી પ્રતિભાશાળી અને વફાદાર અભિનેતા છે.

પ્રીતિ ઝિન્ટા
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું અસલી નામ 'પ્રિતમ ઝિન્ટા સિંઘ' છે. બોલિવૂડમાં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલીને 'પ્રીતિ ઝિન્ટા' રાખ્યું.

સૈફ અલી ખાન
બી-ટાઉનના નવાબ 'સૈફ અલી ખાન' નું અસલી નામ 'સાજિદ અલી ખાન' છે. સૈફ નવાબના પરિવારમાંથી આવે છે, જ્યારે સૈફ બોલીવુડમાં આવ્યો હતો ત્યારે તેણે તેનું સ્ક્રીન નામ 'સૈફ અલી ખાન' રાખ્યું હતું.

જ્હોન અબ્રાહમ
તેમના વ્યક્તિત્વ અને વર્કઆઉટ રૂટિન માટે જાણીતા, જ્હોન અબ્રાહમનું અસલી નામ ફરહાન અબ્રાહમ છે. બોલીવુડમાં આવ્યા પછી જ્હોને તેનું નામ બદલીને 'જ્હોન અબ્રાહમ' રાખ્યું અને તે જ નામથી લોકપ્રિય બન્યા.

દિલીપ કુમાર
દરેક 'દિલીપકુમાર'ને જાણે છે, જે સિનેમા જગતનો એક ચમકતો સ્ટાર રહ્યા છે, તેઓ તેમના સમયના ટોચના કલાકારોમાંનો એક છે, જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. દિલીપકુમારનુ અસલી નામ 'મુહમ્મદ યુસુફ ખાન' બદલીને નવું નામ 'દિલીપકુમાર' રાખ્યું.

મિથુન ચક્રવર્તી
બોલિવૂડની ડિસ્કો ડાન્સર 'મિથુન ચક્રવર્તી' નું અસલી નામ 'ગૌરંગા ચક્રવર્તી' છે. મિથુન તેના ડાન્સને કારણે બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય થયો હતો.

સની દેઓલ
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા 'સની દેઓલ' નું અસલી નામ 'અજયસિંહ દેઓલ' છે. સની તેના એક ડાયલોગ માટે જાણીતા છે 'યે ઢઇ કીલો કા હાથ જબ કિસી પે ઉઠતા હૈ, તો ઉઠતા નહી ઉઠ જાતા હૈ.

મહિમા ચૌધરી
બોલિવૂડની સુંદર અભિનેત્રી 'મહિમા ચૌધરી' નું અસલી નામ 'ઋતુ ચૌધરી' છે. મહિમા ચૌધરી સિનેમાની દુનિયામાં તેના આ જ નામથી જાણીતી છે.

સન્ની લિયોન
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સન્ની લિયોને પણ પોતાનું અસલી નામ 'કરણજિત કૌર વ્હોરા' બદલીને એક નવું નામ 'સન્ની લિયોન' રાખ્યું છે. તે સનીના નામથી ખૂબ જ લોકપ્રિય છે.

મલ્લિકા શેરાવત
હંમેશાં હેડલાઇન્સમાં રહેતી 'મલ્લિકા શેરાવત'નું અસલી નામ' રીમા લમ્બા 'છે. બોલિવૂડનો હિસ્સો બન્યા બાદ તેણે પોતાનું નામ બદલીને 'મલ્લિકા શેરાવત' રાખ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
