બૉલીવુડ ગાયક-સંગીતકારોએ પંચમ દાને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
મુંબઈ, 28 જૂન : આત્મીય સંગીતના જાદુગર આર ડી બર્મન આજે પણ લોકોના હૃદયમાં જીવે છે. ગઈકાલે સંગીતકાર આર. ડી. બર્મન ઉર્ફે પંચમ દાની 75મી જન્મ જયંતી હતી અને આ પ્રસંગે બૉલીવુડના આજના જાણીતા ગાયકો અને સંગીતકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પંચમ દાને શ્રદ્ધાંજલિ આપવા માટેની ઇવેંટમાં બૉલીવુડના અનેક જાણીતા ગાયકો અને સંગીતકારો પહોંચ્યા હતાં કે જેમાં ખાસ તો સોનૂ નિગમ, મિથુન, અન્નુ મલિક, સુદેશ ભોસલે, શાન, સલીમ મર્ચંટ, નિખિલ દ્વિવેદી, હિમેશ રેશમિયા, લલિત પંડિત, અભિજીત વિગેરે હાજર રહ્યા હતાં અને સૌએ પંચમ દાને યાદ કર્યા હતાં.
ચાલો જોઇએ તસવીરો સાથે વધુ વિગતો :

અભિજીત
રાહુલ દેવ એટલે કે આર. ડી. બર્મનનો જન્મ 27મી જૂન, 1939ના રોજ થયો હતો. સંગીત તો તેમને પિતા એસ. ડી. બર્મન પાસેથી વારસામાં મળ્યુ હતું.

અન્નુ મલિક
પશ્ચિમી સંગીતને ભારતીય સંગીતમાં મિક્સ કરી રજુ કરનાર પંચમ દાએ એકથી ચડિયાતી એક ધુનો બનાવી છે.

હિમેશ રેશમિયા
તેમાં ચુરા લિયા હૈ તુમને જો દિલ કો... થી લઈ 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મના ગીતોનો પણ સમાવેશ થાય છે.

લલિત પંડિત
આર. ડી. બર્મનના પત્ની અને પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે પણ વારંવાર કહેતા આવ્યાં છે કે સંગીતના કારણે જ તેમના અને આર. ડી. વચ્ચે પ્રેમ પાંગર્યો.

મિથુન
1994માં માત્ર 54 વરસની ઉંમરે આર. ડી. બર્મને ફાની દુનિયાને અલવિદા કહી, પરંતુ આજે પણ તેમના સંગીતમાં દરેક પળે તેમને અનુભવી શકાય છે. વનઇન્ડિયા પણ પંચમ દાને શ્રદ્ધાંજલિ અર્પે છે.

નિખિલ દ્વિવેદી
પંચમ દાને યાદ કરતા તેમના ફૅન્સ કહે છે કે આજે પણ તેમની કોઈ પણ પાર્ટી પંચમ દા દ્વારા સંગીતબદ્ધ કરાયેલ ગીતો વગર પૂરી નથી થતી. તેમની ધુનોમાં કમાલનો જાદુ છે.

સલીમ મર્ચંટ
તેના કારણે આજે પણ લોકોના દિલોમાં તેઓ જીવે છે. તેમના સંગીતની અસરનો અનુમાન આપ આ જ વાતથી કરી શકો કે તેમના બનાવેલ ગીતો પર મોટેરા જ નહીં, પણ નાના ભુલકાઓ પણ થિરકે છે.

શાન
એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે પંચમ દા ઉપર માતા સરસ્વતીનું સાક્ષાત્ વરદાન હતું.

સોનૂ નિગમ
બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને સંગીતકાર રાહુલ દેવ બર્મન એટલે કે પંચમ દાની ગત વર્ષે 74મી જન્મ જયંતીએ તેમને યાદ કરતાં જણાવ્યું હતુ કે પંચમ દાના જીવનના છેલ્લા વર્ષો દુઃખમાં વીત્યાં.

સોનૂ નિગમ
બિગ બીએ પોતાના બ્લૉગ ઉપર લખ્યું હતું - પંચમ દાને લાગતુ હતું કે સિનેમા જગતે તેમની પ્રતિભાની કદર ન કરી અને તેમને પુરતી તકો ન આપી. પંચમ દા પોતાના સમયના એકલા સંગીતકાર હતાં કે જે તે દોરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના વાદ્ય યંત્રો વગાડવા જાણતા હતાં.

સોનૂ નિગમ
1961માં મહેમૂદની ફિલ્મ છોટે નવાબથી સંગીતકાર તરીકે કૅરિયર શરૂઆત કરતાં જ તેમણે હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી.

સુદેશ ભોસલે
આર ડી બર્મન દ્વારા નિર્મિત લોકપ્રિય ગીતોમાં તીસરી મંજિલના ગીત આજા આજા મૈં હૂં પ્યાર તેરા...થી લઈ કુદરતના ગીત હમેં તુમસે પ્યાર કિતના... પડોસનના ગીત એક ચતુર નાર... અને આંધીના તેરે બિના જિંદગી સે...નો સમાવેશ થાય છે.

Bollywood Singers Pays Tribute to RD Burman on his 75th Birth Anniversary
બર્મને છેલ્લી વાર 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મમાં સંગીત આપ્યું કે જે તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી.

Bollywood Singers Pays Tribute to RD Burman on his 75th Birth Anniversary
અમિતાભ બચ્ચને બર્મનને યાદ કરતાં લખ્યુ હતું - પોતાના બેજોડ સંગીત અને સુંદર યાદો પાછળ છોડી એક દિવસ અચાનક તેઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમનું સંગીત કાયમ આપણી યાદોમાં વસેલું રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
