Pics : સંજયને સજાથી બૉલીવુડ સદમામાં
મુંબઈ, 21 માર્ચ : સંજય દત્તને પાંચ વરસની જેલની સજાથી બૉલીવુડ સદમામાં સરી પડ્યું છે. મહેશ ભટ્ટ, જયા પ્રદા, ડબ્બૂ રત્નાની સહિત અનેક બૉલીવુડ કલાકારોએ પોતાના પ્રત્યાઘાતમાં સંજય દત્તને સજા ફરમાવાતાં દુઃખ અને અફસોસ વ્યક્ત કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સંજય દત્તને 1993ના બૉમ્બ ધડાકા કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ 5 વરસની સજા ફટકારી છે. જોકે સંજય દત્તને ટાડા અદાલતે 6 વરસની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેમાં એક વરસનો ઘટાડો કર્યો છે. ઉપરાંત સંજય દત્ત 18 માસ જેલમાં ગાળી ચુક્યાં છે. તેથી તેમને હવે સાડા ત્રણ વરસ જેલમાં ગાળવા પડશે.
પરંતુ બૉલીવુડમાં અત્યંત સક્રિય અને વ્યસ્ત એવા સંજય દત્તનું જેલમાં જવાનો મતલબ બૉલીવુડને કરોડોનો ઘાટો થશે. સંજય દત્ત ઘણી ફિલ્મો કરી રહ્યાં છે. એવામાં સંજય દત્તને સજા ફટકારાતાં બૉલીવુડ દુઃખી દુઃખી થઈ ગયું છે.
આવો તસવીરો વડે જાણીએ બૉલીવુડના પ્રત્યાઘાતો.

મહેશની આશા, ફરાહની પ્રાર્થના, ડબ્બૂનું દુઃખ
સંજય દત્તને સજા થતાં મહેશ ભટ્ટે ટ્વિટ કર્યું : માણસ જીવે છે આશામાં જીવે છે અને આશામાં મરે છે. મને આશા છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સંજય દત્તના જીવનમાં કાયમી શાંતિ આવશે. ફરાહ ખાને ટ્વિટ કર્યું : સંજય દત્ત એક સારા માણસ છે. તેઓ આવી સજાને યોગ્ય નથી. ઈશ્વર તેમને મજબૂતી આપે. તેમના પરિવાર માટે પ્રાર્થના. ડબ્બુ રત્નાનીનું ટ્વિટ : સંજયને સજાના સમાચાર દુઃખદ છે. હું ખૂબ ચાહુ છું. તેઓ મારા મોટા ભાઈ છે. સંજય દત્તનું હૃદય સોનાનું છે. ભગવાન તેમને શક્તિ અર્પે.

કમનસીબ ચુકાદો, પણ અંતિમ
બૉલીવુડ અભિનેત્રી જયા પ્રદાએ જણાવ્યું કે કમનસીબ ચુકાદો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદો અંતિમ છે. તેમણે જણાવ્યું કે સંજય એક સારા માણસ છે. તેમની સાથે તેમણે અનેક ફિલ્મો કરી છે.

સંજય મજબૂત વ્યક્તિ
સંજય દત્તના વકીલ સતીશ માન શિંદેએ જણાવ્યું કે સંજય દત્ત એક મજબૂત વ્યક્તિ છે. અમે તેમને આ પ્રકારના ચુકાદા માટે તૈયાર રહેવા અગાઉથી જ કહ્યુ હતું. તેમણે જણાવ્યું કે તેઓ વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યાં છે.

જેલમાં સંજય
1993ના બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તે જેલમાં ગાળેલા 18 માસ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
