Bollywood Drug Case: એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
Bollywood Drug Case: એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબી સમક્ષ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બૉલીવુડ ડ્રગ્સ કનેક્શનમાં મોટાં માથાઓનાં નામ સામે આવી રહ્યાં છે. આ મામલે એનસીબીની પૂછપરછનો સામનો કરી રહેલી એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે દિલ્હી હાઈકોર્ટનો રુખ અપનાવ્યો છે. રકુલપ્રીતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. એક્ટ્રેસે મીડિયા ટ્રાયલથી પરેશાન થઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને અંતરિમ નિર્દેશ જાહેર કરવાની માંગ કરીછે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના સવાલોનો સામનો કરી ચૂકેલી એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે દિલ્હી હાઈકોર્ટનો રૂખ અપનાવ્યો છે. એક્ટ્રેસે કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી માંગ કરી છે કે તેઓ અંતરિમ નિર્દેશ જાહેર કરી મીડિયા ટ્રાયલ પર રોક લગાવે. એક્ટ્રેસે અરજી દાખલ કરીને માંગ કરી છે કે ડ્રગ્સ મામલામાં મીડિયામાં તેમની સાથે જોડાયેલા કોઈ પ્રોગ્રામ કે લેખ, રાઈટ-અપ પ્રસારિત અને પ્રકાશિત ના કરવામાં આવે. તેમણે કોર્ટમાં માંગ કરી છે કે ઉત્તરદાતાઓને આ સુનિશ્ચિત કરવા માટે અંતિમ નિર્દેશ આપવામાં આવી શકે કે મીડિયા તેમના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા કોઈપણ લેખને પ્રસારિત કે પ્રકાશિત ના કરી શકે.
જણાવી દઈએ કે ડ્રગ્સ મામલે એનસીબીએ રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી. તે પહેલા રકુલપ્રીતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે કેન્દ્ર સરકારના સૂચના પ્રસારણ મંત્રાલયને મીડિયા ટ્રાયલને લઈ નિર્દેશ જાહેર કરવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે આ મામલે બૉલીવુડના કેટલાય નામચીન લોકોના નામ પ્રકાશમાં આવી રહ્યાં છે. એનસીબી સમક્ષ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એનસીબીએ આ મામલે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર જેવા કલાકારોની પૂછપરછ કરી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
