સુચિત્રા ટૂ બાલચંદર : આ સાત હસ્તીઓને સાથે લઈ ગયું વર્ષ 2014
મુંબઈ, 29 ડિસેમ્બર : ભારતીય સિનેમા અને તેમાં પણ દક્ષિણ ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે બાલચંદરનું તાજેતરમાં જ નિધન થઈ ગયું. તે અગાઉ અંકુર સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કૉમેડી કરી ચુકેલા મહાન કૉમેડિયન દેવેન વર્મા આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. આમ વર્ષ 2014 જઈ તો રહ્યું છે, પરંતુ તે તેની સાથે અનેક સારા કલાકારોને પણ લઈ જઈ રહ્યું છે.
કે બાલચંદર તો એવી હસ્તી હતાં કે જેમણે સાઉથર્ન સિનેમાના ભગવાન કહેવાતા રજનીકાંત તથા કમલ હસન અને હવા હવાઈ ગર્લ શ્રીદેવીનું ફિલ્મી કૅરિયર બનાવ્યુ હતું. એક દૂજે કે લિયે ફિલ્મ બૉલીવુડ ક્યારેય ભુલાવી શકે ખરૂં કે જે કે બાલચંદરે બનાવી હતી? તો બીજી બાજુ દેવેન વર્મા એવી મહાન હસ્તી હતાં કે જેમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભુલી ન શક્યાં. તેમણે પણ દેવેનના નિધન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
ચાલો તસવીરો સાથે જાણીએ વર્ષ 2014માં આપણને અલવિદા કહેનાર ફિલ્મી હસ્તીઓ વિશે :

કે બાલચંદર
રજનીકાંત, કમલ હસન અને શ્રીદેવીનું ફિલ્મી કૅરિયર બનાવનાર તથા અનેક સુપર હિટ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક કે બાલચંદરનું તાજેતરમાં જ નિધન થઈ ગયું. વર્ષ 2014ને પૂર્ણ થવામાં જોકે હજી 3 દિવસ બાકી છે, પરંતુ છેલ્લે-છેલ્લે તે પોતાની સાથે મહાન ફિલ્મી હસ્તી કે બાલચંદરને લેતુ ગયું.

દેવેન વર્મા
વેટરન બૉલીવુડ કૅરેક્ટર એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને કૉમેડિયન દેવેન વર્માનું આ માસના આરંભે જ નિધન થઈ ગયું. તેઓ 77 વર્ષના હતાં.

રવિ ચોપરા
તે અગાઉ ચોપરા ખાનદાનમાંથી આવતા રવિ ચોપરાનું 12મી નવેમ્બરે નિધન થયું. તેઓ 68 વર્ષના હતાં.

સદાશિવ અમરાપુરકર
3જી નવેમ્બરના રોજ સદાશિવ અમરાપુરકરનું નિધન થઈ ગયું. હુકૂમતમાં ડીવીડીએનનું અમર પાત્ર ભજવનાર સદાશિવે અનેક હિન્દી ફિલ્મોમાં શાનદાર રોલ કર્યા હતાં. સડકની મહારાણીનો રોલ તેમનો યાદગાર રોલ કહી શકાય.

ઝોહરા સહેગલ
102 વર્ષીય ઝોહરા સહેગલે 10મી જુલાઈ, 2014ના રોજ છેલ્લા શ્વાસ લીધાં. બૉલીવુડની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી.

નંદા
બૉલીવુડ અભિનેત્રી નંદાનું 25મી માર્ચના રોજ નિધન થયું. તેઓ 75 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયાં.

સુચિત્રા સેન
સુચિત્રા સેનનું હૃદય રોગના હુમલાના કારણે 17મી જાન્યુઆરીના રોજ નિધન થયુ હતું. તેઓ 82 વર્ષના હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
