Hotty-N-Fatty : ફિલ્મો માટે બનવુ પડ્યું ‘વજનદાર’!

મુંબઈ, 12 જુલાઈ : બૉલીવુડમાં વજનનું બહુ વજન છે. અભિનેતાઓ માટે વજન વધવુ મહત્વનું હોય છે, તો અભિનેત્રીઓનું વજન વધતા જ તેઓ મુશ્કેલીમાં મૂકાવા લાગે છે. જોકે અભિનેતાઓ માટે પણ બેડોળ વજન વધારો મુશ્કેલી ઊભી કરી નાંખે છે કે જેમાં ગોવિંદા જેવાનો સમાવેશ કરી શકાય, તો બીજી બાજુ અભિનેત્રીઓ માટે વજન વધારો એટલે કૅરિયર ઉપર ખતરો ગણી શકાય.

એટલે જ તો મોટાભાગની અભિનેત્રીઓ પોતાનું વજન જાળવી રાખવા માટે સતત ડાયેટિંગ, જિમ અને વિવિધ યુક્તિઓ અજમાવતી રહે છે. તેમાં પણ જો ફિલ્મના પાત્રની માંગ હોય, તો અભિનેત્રીઓ માટે જેવી છે, તેના કરતા વધુ હૉટ દેખાવાની ફરજ પડે છે અને એટલે જ નાજુક-નમણી હોવા છતાં વધુ વજન ઉતારવું પડે છે. જોકે અમુક કિસ્સામાં અભિનેત્રીઓ વજન વધારતી પણ જાણવા મળી છે, જેમ કે ધ ડર્ટી પિક્ચર માટે વિદ્યા બાલને પોતાનુ વજન વધાર્યુ હતું. તે જ વિદ્યા બાલન હવે મોહિત સુરીની એક ફિલ્મ માટે વજન ઘટાડવામાં લાગ્યાં છે. કૅટરીના કૈફ હોય કે કરીના કપૂર હોય કે પછી સોનમ કપૂર સહિત બીજી કોઈ પણ અભિનેત્રી, તમામે ફિલ્મના પાત્રની ડિમાંડ સાથે વજન મેંટેન કરવુ જ પડે છે.

ચાલો આજે આપને તસવીરો સાથે બતાવીએ ફિલ્મ માટે વજન વધારનાર અભિનેત્રીઓ :

જૅકલીન ફર્નાનડીઝ

જૅકલીન ફર્નાનડીઝ

કિક ફિલ્મમાં સલમાન ખાન સાથેના રોલ માટે જૅકલીન ફર્નાન્ડીઝે 10 કિલો વજન વધાર્યું છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ધ ડર્ટી પિક્ચર માટે વિદ્યાબાલને 12 કિલો વજન વધાર્યુ હતું. આ એકમાત્ર અભિનેત્રી છે કે જે રોલ માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

શાંઘાઈ ફિલ્મ માટે ઇમરાન હાશમીએ વજન વધારવુ પડ્યુ હતું. ફિલ્મમાં ઇમરાને એક એડલ્ટ ફિલ્મમેકરનો રોલ કર્યો હતો.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ સાત ખૂન માફમાં વૃદ્ધ સ્ત્રીનો રોલ કરવા વજન વધાર્યુ હતું. જોકે હાલમાં પ્રિયંકાએ મૅરી કોમ ફિલ્મ માટે સુડોળ કાયા બનાવી છે અને દિલ ધડકને દો માટે પણ તેમણે 7 કિલો વજન ઘટાડવા કહેવાયું છે.

ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાનને વીર ફિલ્મ માટે વજન ઘટાડવા કહેવાયુ હતું. તેઓ અગાઉ 54 કિલોના હતાં. કૅટરીના કૈફ જેવો ચહેરો ધરાવતાં ઝરીન ડબલ કૅટ લાગતા હતાં.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ગુરુમાં ઐશ્વર્યાનો રોલ એક ગૃહિણીનો હતો અને તે માટે તેમણે વજન વધારવુ પડ્યુ હતું.

કરીના કપૂર

કરીના કપૂર

ટશન માટે ભારે વજન ઘટાડનાર કરીના કપૂરનું ઝીરો ફિગર લોકોને ગમ્યુ નહીં અને એટલે જ ઘણા ફિલ્મમેકરોએ તેમને વજન વધારવાની સલાહ આપી હતી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફે તીસ માર ખાન ફિલ્મ માટે વજન ઘટાડ્યુ હતું અને એટલે જ મેરે બ્રધર કી દુલ્હનના નિર્માતાઓએ તેમને વજન વધારવા કહ્યુ હતું.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને ગુરુ ફિલ્મમાં આધેડ બિઝનેસમૅનનો રોલ કરવા માટે વજન વધારવુ પડ્યુ હતું.

કંગના રાણાવત

કંગના રાણાવત

પગે ફ્રૅક્ચર થયા બાદ આરામ દરમિયાન કંગના રાણાવતનું વજન વધી ગયુ હતું. તનુ વેડ્સ મનુના નિર્માતાઓએ તેમને વધેલુ વજન જાળવી રાખવા જણાવ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X