જુઓ બૉલીવુડની બીવી નંબર 2
મુંબઈ, 26 સપ્ટેમ્બર : આજકાલ ચારે બાજુ માત્ર કરીના કપૂર અને સૈફ અલી ખાન અંગેની જ ચર્ચાઓ ચાલે છે. દરેક વ્યક્તિ બસ સૈફ-કરીનાના લગ્નનો ઇંતેજાર કરી રહી છે. પરંતુ આપને જણાવી દઇએ કે ઘણાં ઇતિહાસ સર્જનાર આ જોડી જો લગ્ન કરે, તો કરીનાનો તેવી અભિનેત્રીઓમાં સમાવેશ થઈ જશે જે રીલ લાઇફમાં નંબર 1 હો અને રીયલ લાઇફમાં નંબર 2.
હા જી, સૈફ સાથે કોર્ટ મેરેજ કરી કરીના કપૂર નવાબ ખાનદાનની બીજી બહુ-બેગમ તરીકે ઓળખાશે કારણ કે કરીના સૈફની બીજી પત્ની બનશે. પરંતુ આ કારનામુ કરનાર તે પ્રથમ નથી. આવો આપને જણાવીએ તેવી અભિનેત્રીઓ વિશે, જેમણે પડદા ઉપર તો નંબર વનનો ખિતાબ હાસલ કર્યો, પણ અસલી જીવનમાં નંબર 2 જ રહી.

ધર્મેન્દ્ર-હેમા
બૉલીવુડના સૌથી સુંદર કપલમાંથી એક હેમા-ધરમની જોડીએ પણ જ્યારે લગ્નની જાહેરાત કરી હતી, તો લોકોને ઘણુ આશ્ચર્ય થયુ હતું. ડ્રીમ ગર્લ હેમાનું બૉલીવુડ પર એકચક્રી વર્ચસ્વ હતું. સૌંદર્ય, અદાકારી અને નૃત્ય કૌશલ્યમાં તેના મુકાબલામાં કોઈ ટકી શકતું નહોતું. જ્યારે બૉલીવુડના હી-મેન ધર્મેન્દ્ર પરીણિત અને બે બાળકોના પિતા હતાં. પરંતુ આમ છતાં હેમાએ ધરમજી સાથે લગ્ન કરી બીવી નંબર 2 બનવાનો નિર્ણય કર્યો તથા ધરમ સાથે ઘર વસાવી બે બાળકીઓ ઈશા અને અહાનાને જન્મ આપ્યો.

શ્રીદેવી-બોની કપૂર
એંસીના દાયકાના સૌથી સુંદર અભિનેત્રી શ્રીદેવીએ પડદા ઉપર ધૂમ મચાવી અને નંબર વનનો ખિતાબ પોતાના નામે કર્યો. સેક્સી અને સ્પાઇસી નામે જાણીતા થયેલ શ્રીદેવીએ જાણીતા નિર્માતા-દિગ્દર્શક બોની કપૂર સાથે લગ્ન કર્યાં. બોની કપૂરને પણ પ્રથમ લગ્નથી એક પુત્ર અર્જુન કપૂર છે. પરંતુ બોનીના જીવનમાં શ્રીદેવીના આગમનથી બોનીએ અર્જુનની માતા સાથે છુટાછેડા લઈ લીધાં અને શ્રીદેવીને પોતાની બીજી પત્ની બનાવી. શ્રીદેવીને બોની કપૂરથી બે પુત્રીઓ છે.

કરિશ્મા કપૂર-સંજય કપૂર
બીવી નંબર 2નો ખિતાબ કરીનાની મોટી બહેન કરિશ્માના નામે પણ છે. કરિશ્માની પણ ગણતરી ટૉપની અભિનેત્રીઓમાં થતી હતી. તે પડદા ઉપર તો બીવી નંબર વન બની ગઈ, પરંતુ વાસ્તવિક જીવનમાં તે બિઝનેશમેન સંજય કપૂરની બીવી નંબર 2 છે.

શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા
કામણગારી શિલ્પા શેટ્ટીએ બૉક્સ ઑફિસ પર કેટલીક સારી અને ચુનંદા ફિલ્મો દ્વારા જ લોકોના હૃદયમાં જગ્યા બનાવી લીધી. લોકો શિલ્પાને નંબર વનની ઘણી નજીક માનતા હતાં, પરંતુ રીલ લાઇફમાં જે નંબર વનની હકદાર હતી, તે રીયલ લાઇફમાં રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. તાજેતરમાં જ શિલ્પાએ રાજ કુન્દ્રાના બાળકને જન્મ આપ્યો છે. રાજને પ્રથમ લગ્નથી પણ એક પુત્રી છે.

લારા દત્તા-મહેશ ભૂપતિ
બ્રહ્માંડ સુંદરી લારા દત્તા પણ જાણીતા ખેલાડી મહેશ ભૂપતિની બીજી પત્ની છે. તાજેતરમાં જ લારાએ પણ મહેશની પુત્રી સારાને જન્મ આપ્યો છે.

રવીના ટંડન-અનિલ થંડાની
મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડને પણ અનિલ થંડાની સાથે લગ્ન કરી બીજી પત્ની બનવું સ્વીકાર્યું. રવીના આજે અનિલના બે બાળકોની માતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
