બૉલીવુડ સુંદરીઓએ કરી કરવા ચોથની ઉજવણી : જુઓ તસવીરો
મુંબઈ, 13 ઑક્ટોબર : શનિવારે સમગ્ર દેશમાં કરવા ચોથની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ઉત્તર ભારતીય રાજ્યો સહિત સમગ્ર દેશમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવી. મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખ્યું અને પતિઓ સાથે ચાંદ જોઈ વ્રત પૂર્ણ કર્યું.
કરવા ચોથનો પર્વ હોય અને તેમાં બૉલીવુડ કઈ રીતે બાકી રહી જાય. દરેક તહેવારમાં ઉત્સાહભેર ભાગ લેતાં બૉલીવુડે કરવા ચોથની પણ શાનદાર ઉજવણી કરી હતી. બૉલીવુડ અભિનેત્રીઓએ પણ સામાન્ય મહિલાઓની જેમ પોતાના સુહાગના લાંબા આયુષ્યની કામના કરતા આ વ્રત રાખ્યું. ઐશ્વર્યા રાય બચ્ચન, જયા બચ્ચન, શિલ્પા શેટ્ટી, શ્રીદેવી, કિરણ ખેર સહિતની બૉલીવુડ હસ્તીઓએ પતિઓ સાથે ચાંદ જોઈ કરવા ચોથનું વ્રત પૂર્ણ કર્યું. અમિતાભ બચ્ચનના જુહુ ખાતેના બંગલે કરવા ચોથની ઉજવણી કરવામાં આવી, તો અનિલ કપૂરના ઘરે પણ કરવા ચોથ ઉજવવામાં આવી.
કરવા ચોથ પ્રસંગે લેખક ચેતન ભગત અને બીજી અનેક હસ્તીઓએ પોતાની પત્ની માટે વ્રત રાખવાનો સંકલ્પ પણ કર્યો. ટ્વિટર વડે પણ બૉલીવુડ હસ્તીઓએ કરવા ચોથના અભિનંદન પાઠવ્યાં. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કરવા ચોથને પોતાનો મનપસંદ પર્વ ગણાવ્યો અને કહ્યું, ‘પોતાના પ્રેમ માટે કરવા ચોથનું વ્રત રાખનાર તમામ મહિલાઓને કરવા ચોથના અભિનંદન.' અભિનેત્રી દિવ્યા દત્તે પણ પોતાના ફૅન્સને કરવા ચોથના અભિનંદન પાઠવ્યાં.
ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડનું કરવા ચોથ સેલિબ્રેશન :

ઐશ-અભિ
અમિતાભ બચ્ચનના બંગલે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય.

અમિતાભ-ઐશ
અમિતાભ બચ્ચનના બંગલે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય.

અમિતાભ-ઐશ-અભિ
અમિતાભ બચ્ચનના બંગલે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય.

જયા બચ્ચન
અમિતાભ બચ્ચનના બંગલે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન જયા બચ્ચન.

ભાવના-ચંકી
અનિલ કપૂરના ઘરે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન પત્ની ભાવના સાથે ચંકી પાન્ડે.

કુણાલ રૉય કપૂર
અનિલ કપૂરના ઘરે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન કુણાલ રૉય કપૂર.

માન્યતા-ક્રિશિકા
અનિલ કપૂરના ઘરે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન માન્યતા દત્ત અને ક્રિશિકા લુલા.

સતીશ કૌશિક
અનિલ કપૂરના ઘરે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન પત્ની સાથે સતીશ કૌશિક.

શિલ્પા-રાજ
અનિલ કપૂરના ઘરે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા.

શ્રીદેવી-બોની
અનિલ કપૂરના ઘરે યોજાયેલ કરવા ચોથ ઉજવણી દરમિયાન શ્રીદેવી અને બોની કપૂર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
