મળો એવી એભિનેત્રીઓને જેમણે 'મધરહૂડ' માટે છોડ્યું 'બૉલીવુડ'
મોટાભાગે એવું કહેતા લોકો જોવા મળશે કે ફિલ્મી દુનિયા એકદમ અજીબ છે. ગ્લેમરનો ચસ્કો જેને લાગે છે તે ફક્ત ત્યાંનો જ હોય છે. એટલા માટે તો બૉલીવુડમાં લગ્ન ટકતા નથી. લોકો પોતાના ઘર-બાળકોને પોતાની ફિલ્મી મહત્વાકાંક્ષાઓના કારણે છોડી દે છે.
હિન્દી ફિલ્મી દુનિયામાં એવા ઘણા ઉદાહરણ છે જે આ વાતોને સંપૂર્ણપણે ચરિતાર્થ કરે છે પરંતુ બીજી તરફ બૉલીવુડમાં એવા પણ લોકો હાજર છે જેમણે પોતાના બાળકો અને ઘર માટે પોતાના ચમકત કેરિયરને છોડી દિધું. સામાન્ય રીતે આવી વાતો ફિલ્મી અભિનેત્રીઓ પર લાગૂ પડે છે. એટલા માટે જો ફિલ્મી દુનિયામાં આવી અભિનેત્રીઓ છે જેમણે કેરિયર માટે પોતાની ફેમિલી છોડી દિધી તો બીજી તરફ એવી હસીનાઓ છે જેમણે ટૉપ પોજિશન પ્રાપ્ત કરવા છતાં પોતાના બાળકો માટે પોતાનું ઉજ્જળ કેરિયર છોડી દિધું.
આપણને ખબર છે કે આપણે આ પ્રકારની વાતો કરી રહ્યાં છીએ તો તમારા મગજમાં સૌથી પહેલાં નામ કોનું આવી રહ્યું હશે.. જી હાં અમે સમજી ગયા. તમે ઐશ્વર્યા રાય બચ્ચન વિશે વિચારી રહ્યાં છો ને... જેમણે ટોપ વન પોજિશન પ્રાપ્ત કરવા છતાં પોતાની પુત્રી આરાધ્ય માટે બૉલીવુડમાંથી લાંબો બ્રેક લઇ લીધો. અવારનવાર ઐશ્વર્યા રાયના કમબેકના સમાચાર આવતા રહે છે પરંતુ એશ આ બધી વાતોથી દૂર પોતાના માતૃત્વ સુખમાં વ્યસ્ત છે અને તેનો આનંદ ઉઠાવી રહી છે.
આવો નજર કરીએ એવી જ સુંદર માતાઓ પર એક નજર જેમણે માં બન્યા પછી અથવા માં બનવા માટે બૉલીવુડ છોડી દિધું.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય નવેમ્બર 2011માં માતા બની પરંતુ ત્યારબાદથી તે ફિલ્મોથી દૂર છે. તેમણે પોતાની પુત્રી આરાધ્યા માટે બૉલીવુડમાંથી લાંબો બ્રેક લીધો.

કાજોલ
કાજોલ ફિલ્મી દુનિયાની તે હિરોઇનોમાંથી એક છે જેમણે પોતાના કેરિયરના પીક પર અજય દેવગણ સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું. જો કે લગ્ન પછી તે સિલેક્ટેડ ફિલ્મો જોવા મળી પરંતુ બે બાળકોની માતા બન્યા પછી તેમણે બૉલીવુડમાં કામ કરવાનું બંધ કરી દિધું.

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિતે પણ પોતાના કેરિયરના સુવર્ણ સમયમાં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને અમેરિકામાં જઇને વસી ગઇ. માધુરી દીક્ષિતે ફિલ્મોથી અંતર બનાવ્યું અને પોતાના પરિવારને સમય આપ્યો અને બે પુત્રોને જન્મ આપ્યા પછી તે તેમના ઉછેરમાં લાગી ગઇ અને તે આજ એક સફળ અભિનેત્રીની સાથે સારી મમ્મી પણ છે.

શ્રીદેવી
શ્રીદેવીએ પણ પોતાના નંબર વન સિંહાસનને છોડી દિધું કારણ કે તે બોની કપૂર સાથે લગ્ન કર્યા પછી તેમના બાળકોની માતા બનવાની હતી. શ્રીદેવી બે પુત્રીઓની મમ્મી છે.

લારા દત્તા
બ્રહ્માંડ સુંદરી અને અભિનેત્રી લારા દત્તાએ પણ પુત્રી સાયરાને જન્મ આપ્યા પછી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે બ્રેક લીધો. લારાએ મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે.

જૂહી ચાવલા
બૉલીવુડની ચુલબુલી અભિનેત્રી જૂહી ચાવલાએ પણ માતા બન્યા પછી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. આજે જ્યારે તેમના બાળકો મોટા થઇ ગયા છે તો તે ફિલ્મો અને એડમાં ફરીથી સક્રિય થઇ છે.

કરિશ્મા કપૂર
બિઝનેસ મેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા પછી કરિશ્મા કપૂરે પણ ફિલ્મોને અલવિદા કહી દિધું હતું, તે પણ બે બાળકોની માતા છે.

કોંકણા સેન શર્મા
રણવીર શૌરીના પુત્રની માતા બન્યા પછી કોંકણા સેને પણ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. લગભગ ત્રણ વર્ષ બાદ તેમણે પણ ફિલ્મોમાં કમબેક કર્યું છે.

સેલિના જેટલી
પૂર્વ મિસ ઇન્ડિયા સેલિના જેટલી પણ જુડવા બાળકોની માતા છે. પોતાના બાળકો માટે જ સેલિનાએ ફિલ્મોમાંથી બ્રેક લઇ લીધો છે.

ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમાર સાથે લગ્ન અને તેમના બાળકોની માતા બન્યા પછી ટ્વિંકલ ખન્નાએ પણ બૉલીવુડને નમસ્તે કહ્યું દિધું.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પણ પુત્ર વિવાનની માતા બન્યા પછી ફિલ્મોથી દૂર છે.

જેનેલિયા ડિસૂજા
જેનેલિયા ડિસૂજા પણ પોતાના પ્રથમ બાળકની માતા બનવાની છે એટલા માટે તેમણે પણ ફિલ્મોમાંથી બ્રેક લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
