જુઓ બૉલીવુડની બાઇક રાઇડર અભિનેત્રીઓ
મુંબઈ, 8 ઑક્ટોબર : પેલી નમણા કાંડા વાળવા કે પછી હીરો સામે શરમથી પાલવ સાથે આંગળીઓ દ્વારા શરારતો કરવી બૉલીવુડની અભિનેત્રીઓ માટે હવે જુના જમાનાની વાતો થઈ ગઈ છે. બૉલીવુડમાં અભિનેત્રીઓ દ્વારા એક્સપોઝર કરવાનું પ્રચલન એક અરસાથી ચાલી આવ્યું છે, પરંતુ અગાઉના દોરમાં ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછી જ એવી હીરોઇનો મોજૂદ હતી કે જેઓ એક્શન કે બાઇક રાઇડિંગના દૃશ્યો કરતી હતી. હવે તો તાજેતરની કેટલીક ફિલ્મો ઉપર નજર નાંખીએ તો બૉલીવુડ અભિનેત્રીઓમાં બાઇક રાઇડિંગની જાણે સ્પર્ધા ચાલી રહી છે.
આવો આપને બતાવીએ એવાં જ કેટલાંક બાઇક રાઇડિંગના દૃશ્યો :

રબ ને બના દી અનુષ્કા અને બાઇકની જોડી
શીર્ષક વાંચીને જ આપના હૃદયમાં ફિલ્મની યાદ તાજી થઈ ગઈ હશે. હા જી, આ દૃશ્ય 2008માં રિલીઝ થયેલી ફિલ્મ રબ ને બના દી જોડીનું છે. આદિત્ય ચોપરા દિગ્દર્શિત પોતાની આ પ્રથમ જ ફિલ્મમાં અુષ્કા શર્માએ યામાહાની બાઇકથી ધણધણાટી બોલાવી હતી. જોકે બાઇકમાં તેની પાછળ બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન પણ બેઠા હતાં.

કૅટને જાણે આ બાઇક ન મિલેગી દોબારા
કૅટરીના કૈફે તો સાહસની બાબતમાં તમામ અભિનેત્રીઓને પાછળ પાડી દીધી છે. હા જી, કૅટરીનાએ ગત 15મી જુલાઈના રોજ ઝોયા અખ્તર દિગ્દર્શિત ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારા માં રૉયલ ઇન્ફિલ્ડની સવારી કરી. એક દૃશ્યમાં કૅટને હૃતિક રોશનનો પીછો કરતી વખતે બુલેટની સવારી કરતી દર્શાવાઈ છે.

કરીનાનું સુઝુકી સાથે ગોલમાલ
બૉલીવુડની બેબો એટલે કરીના કપૂરને પણ હૉટ અને સેક્સી બાઇક્સનો ખૂબ જ શોખ છે. હા જી, કરીના કપૂરે 2010માં આવેલી રોહિત શેટ્ટી દિગ્દર્શિત ગોપલમાલ 3 ફિલ્મમાં સુઝુકી શાનદાર બાઇક હાયાબુશા ચલાવી હતી. જોકે તેણે આ બાઇક ચલાવવા ખાસ ટ્રેનિંગ લેવી પડી હતી.

સમીરાની બાઇક સૌથી વધુ ઝડપી
બૉલીવુડમાં મૈંને દિલ તુઝકો દિયા દ્વારા પોતાનું કરિયર શરૂ કરનાર દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સમીરા રેડ્ડીએ પણ એપ્રિલમાં રિલીઝ થયેલી પ્રિયદર્શન દિગ્દર્શિત તેઝ ફિલ્મમાં જોરદાર ડર્ટ બાઇક ચલાવી હતી. સમીરાએ લગભગ 15 મિનટથી વધુ સમય સુધી બાઇક ચલાવી પોલીસને દોડાવ્યા હતાં. આ દૃશ્યના શુટિંગ માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી.

અનુષ્કાની જબ તક હૈ બુલેટ
અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડી બાદ ટુંકમાં જ રિલીઝ થનાર યશરાજ બૅનર હેઠળની જબ તક હૈ જાન ફિલ્મમાં બુલેટની સવારી કરી છે.

ડૉટર ઑફ શૉટગન, સોનાક્ષીની સવારી
બૉલીવુડમાં એક અરસાથી શૉટગન નામે જાણીતાં શત્રુઘ્ન સિન્હાની લાડકડી દીકરી સોનાક્ષી સિન્હા આજકાલ પોતાની બેમિસાલ ખૂબસૂરતી અને શાનદાર અભિનયના બળે સૌને આકર્ષી રહી છે. સોનાક્ષી આ વખતે અશ્વની ધીર દિગ્દર્શિત સન ઑફ સરદાર ફિલ્મમાં અજય દેવગણ સાથે હોન્ડાની બાઇક દોડાવતી દેખાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
