Pics : કેશ સજ્જા દ્વારા ફિલ્મોને કૅશ કરવાની રેસ
અમદાવાદ, 2 ફેબ્રુઆરી : બૉલીવુડમાં નિર્માતા-દિગ્દર્શકો પોતાની ફિલ્મોને કૅશ કરવા માટે તરેહ-તરેહની યુક્તિઓ અજમાવતા હોય છે. તેમાંની જ એક યુક્તિ છે કેશ સજ્જા.
બૉલીવુડની ફિલ્મોમાં અનેક વખત કેશ સજ્જા એટલે કે હૅરસ્ટાઇલ જ ફિલ્મની સફળતાના પાયામાં રહેલી છે. અમિતાભ બચ્ચનથી લઈ તમામ કલાકારો ફિલ્મોની માંગ પ્રમાણે પોતાની ડિફરંટ હૅરસ્ટાઇલ સાથે દર્શકો સામે આવતા રહ્યાં છે. અક્ષય કુમાર, સૈફ અલી ખાન, સલમાન ખાન, આમિર ખાન, સંજય દત્ત, શાહરુખ ખાન જેવા કલાકારોએ પણ પોતાની હૅરસ્ટઇલ વડે દર્શકોને આકર્ષિત કર્યાં છે. તેમાં પણ અનેક ફિલ્મોમાં તો અભિનેતાની હૅરસ્ટાઇલની સામાન્ય જનમાનસને પણ અસર કરે છે અને લોકો તેવી હૅરસ્ટાઇલ ધરાવતાં થઈ જાય છે.
આવો આપણે તસવીરો વડે જાણીએ બૉલીવુડ અભિનેતાઓની કેશ કથા.

અમિતાભ બચ્ચન
મૅન ઑફ મિલેનિયમ અમિતાભ બચ્ચનની હૅરસ્ટાઇલ 80ના દાયકામાં સૌથી વધુ લોકપ્રિય હતી. અમિતાભે પછીની અનેક ફિલ્મોમાં એવી-એવી હૅરસ્ટાઇલ અજમાવી કે જે તેમની ફિલ્મો માટે સફળતાનો પાયો સાબિત થઈ. અલાદીન, ઝૂમ બરાબર ઝૂમ તથા બ્લૅક અને પા જેવી ફિલ્મોમાં બિગ બીની ડિફરંટ હૅરસ્ટાઇલ ફિલ્મ માટે આકર્ષણનો કેન્દ્ર બની હતી.

સંજય દત્ત
90ના દશકામાં સંજય દત્તના લાંબા વાળ યુવાનોમાં ફૅશન બની ગઈ હતી. હવે સંજય દત્ત જુદી-જુદી ફિલ્મોમાં જુદી-જુદી હૅરસ્ટાઇલ સાથે જોવા મળે છે. અગ્નિપથમાં તો તેઓ ટકલા હતાં.

સૈફ અલી ખાન
ઓમકારામાં લંગડાના રોલ કરનાર સૈફ અલી ખાનની હૅરસ્ટાઇલ સમાચાર બની હતી. હવે સૈફને સ્પોર્ટ તથા વેલ-ગેલ્ડ હૅર ગમે છે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર પણ હૅરસ્ટાઇલનું મહત્વ સમજે છે. ટશન માટે અક્ષયે પોતાના વાળ બ્લીંચ્ડ કરાવ્યા હતાં, તો ખતરોં કે ખિલાડીમાં અક્ષય એકદમ નાના વાળ સાથે રજુ થયા હતાં.

સલમાન ખાન
સલમાન ખાન ક્યારેક વાળ સાથે, તો ક્યારેક વાળ વગર પણ ફિલ્મો હિટ કરાવે છે. તેરે નામ ફિલ્મમાં તેમની હૅરસ્ટાઇલ પણ સંજય દત્તની હૅરસ્ટાઇલની જેમ યુવાનોમાં પ્રસિદ્ધ થઈ હતી.

શાહરુખ ખાન
કોયલામાં મોટા-લાંબા, તો રબ ને બના દી જોડીમાં નાના વાળ દ્વારા શાહરુખે પણ અલગ-અલગ ફિલ્મોમાં જુદી-જુદી હૅરસ્ટાઇલ અપનાવી હતી.

આમિર ખાન
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરનું તો શું કહેવું. આમિરે દિલ ચાહતા હૈ, ગઝની અને મંગળ પાન્ડે ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારની હૅરસ્ટાઇલ અપનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
