આ 6 બૉલીવુડ સ્ટાર્સ હૉલીવુડ ફિલ્મો ઠુકરાવી ચુક્યા છે...
મુંબઈ, 12 જાન્યુઆરી : હૉલીવુડ તથા બૉલીવુડ વચ્ચે નજીકનો સંબંધ છે. હૉલીવુડ ફિલ્મો દુનિયાના લગભગ તમામ દેશોમાં રિલીઝ થાય છે, એટલે તેના ફૅન્સ વઘારે હોવાનું સ્વાભાવિક છે, પરંતુ તે ફિલ્મ બૉલીવુડમાં આવે, ત્યારે આ સત્ય બદલાઈ જાય છે.
બૉલીવુડ ફિલ્મો હૉલીવુડ ફિલ્મોની જેમ ઘણા બધા દેશોમાં રિલીઝ નથી થતી, પણ દુનિયાના દરેક દેશના લોકો આપણી બૉલીવુડ ઇંડસ્ટ્રી વિશે જાણે છે. અહીં સુધી કે હૉલીવુડ સેલિબ્રિટીઓ પણ આપણા બૉલીવુડ સ્ટાર્સને જાણે છે.
ઘણા બૉલીવુડ કલાકારો હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. અહીં સુધી કે ઐશ્વર્યા રાય તો પિંક પૅંથર્સ હૉલીવુડ ફિલ્મમાં લીડ રોલ કરી ચુકયા છે. તેવી જ રીતે અનુપમ ખેર, કબીર બેદી, અમિતાભ બચ્ચન અને મલ્લિકા શેરાવત જેવા ઘણા સ્ટાર્સ હૉલીવુડ ફિલ્મો સાથે જોડાયેલા રહ્યાં છે.
પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ એવા 6 બૉલીવુડ સ્ટાર્સની કે જેમણે હૉલીવુડ ફિલ્મોની ઑફર ઠુકરાવી દીધી :

હૃતિક રોશન
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના ડાયરેક્ટર રૉબ કૉહેન હૃતિકના બિગ ફૅન છે. તેઓ હૃતિકનો ઘણા રોલ ઑફર કરી ચુક્યા છે, પરંતુ હૃતિકના પિતા રાકેશ રોશન કહી ચુક્યા છે કે તેમનો દીકરો કોઈ પણ ઇંટરનેશનલ પ્રોજેક્ટ્સ સાઇન નહીં કરે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય ઑલરેડી ફૅમસ આઇકૉન છે. તેઓ હૉલીવુડ ફિલ્મમાં કામ પણ કરી ચુક્યા છે, પરંતુ તેમણે એક મોટો રોલ ઠુકરાવ્યો હતો. આ રોલ ઑફર કર્યો હતો મલ્ટીપલ ઑસ્કાર નૉમિનેટેડ ડાયરેક્ટર વોલ્ફગૅંગ પીટરસને. ઐશને આ ફિલ્મમાં બ્રૅડ પિટ સાથે રોમાંસ કરવાનો હતો કે જે ઐશને ના ગમ્યું.

પ્રિયંકા ચોપરા
જોકે પ્રિયંકા ચોપરા હૉલીવુડમાં કૅરિયર સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યાં છે, તો પછી તેમણે હૉલીવુડ ફિલ્મની ઑફર કેમ ઠુકરાવી? પ્રિયંકાને ટારસેમ સિંહ'સ ઇમમૉર્ટલ્સ ફિલ્મમાં હેન્રી કૅવિલ સાથે કામ કરવાની ઑફરમળી હતી, પરંતુ પ્રિયંકાએ તે ઑફર ઠુરાવી દીધી હતી, કારણ કે તેઓ તે વખતે સાત ખૂન માફના શૂટિંગમાં વ્યસ્ત હતાં.

દીપિકા પાદુકોણે
દીપિકાએ આખા દેશને ઘેલુ લગાડ્યુ છે, પરંતુ હૉલીવુડ ફિલ્મમાં કામ નથી કરવા માંગતાં. ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સિરીઝમાં દીપિકાને કામ કરવાની ઑફર મળીહતી, પરંતુ તેમણે રામલીલા, ચેન્નઈ એક્સપ્રેસ અને હૅપ્પી ન્યુ ઈયર જેવી ફિલ્મો કરવી મુનાસિબ સમજ્યું.

અક્ષય કુમાર
અક્ષય કુમારે પોતે જ પોતાના હૉલીવુડ રોલ્સ અંગે ખુલાસો કર્યો હતો, ‘હું બૉલીવુડ સાથે ખુશ અને સંતુષ્ટ છું. અહીં મારા ઢગલાબંધ ફૅન છે. હું હૉલીવુડ તરફ નથી જઈ રહ્યો. એટલે જ હું કોઈ પણ પ્રોજેક્ટ ઠુકરાવી દઉ છું.'

રોનિત રૉય
ટેલીવિઝનથી લોકપ્રિય થયેલા અભિનેતા રોનિત રૉયે ખુલાસો કર્યો હતો, ‘ઝીરો ડાર્ક થર્ટી ફિલ્મ માટે મને રસપ્રદ રોલની ઑફર કરાઈ હતી, પરંતુ દુર્ભાગ્યે હું ડેટ પ્રોબ્લેમ્સના કારણે આ ઑફર સ્વીકારી ન શક્યો.'
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
