કેટલા કરોડની સંપત્તિ પોતાના પુત્રો માટે છોડી ગયા છે કાદર ખાન?
નિધન બાદ કાદર ખાન પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી ગયા છે.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા, ડાયલૉગ રાઈટર અને પોતાની કૉમેડી દ્વારા આખા દેશને હસાવનાર કાદર ખાન નવા વર્ષની શરૂઆતમાં જ પોતાના ફેન્સને રડાવીને ચાલ્યા ગયા. લાંબી બિમારી બાદ કેનેડાની હોસ્પિટલમાં મંગળવારે કાદર ખાનનું નિધન થઈ ગયુ. કેનેડાથી કાદર ખાનના પુત્ર સરફરાજે તેમના નિધનની પુષ્ટિ કરી. કાદર ખાનના નિધનના સમાચારથી તેમના ચાહકો અને દરેક એ વ્યક્તિ જે તેમને નજીકથી જાણતા હતા તે શોકમાં છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવેલા કાદર ખાને લગભગ 300 ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સેંકડો ફિલ્મો માટે ડાયલૉગ પણ લખ્યા. નિધન બાદ કાદર ખાન પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી ગયા છે.

મહેનતના બળે કમાઈ આટલી સંપત્તિ
હિંદી દૈનિક અમર ઉજાલાના રિપોર્ટ અનુસાર કાદર ખાને ફિલ્મો, જાહેરાતો અને ડાયલૉગ રાઈટિંગ દ્વારા પોતાની મહેનતના બળે 69.8 કરોડની સંપત્તી બનાવી. કાદર ખાને પોતાના સમયમાં બોલિવુડના દરેક દિગ્ગજ અભિનેતા સાથે કામ કર્યુ. તેમણે ગંભીર ભૂમિકાઓ પણ નિભાવી અને પોતાની કોમેડી દ્વારા લોકોને હસાવ્યા પણ ખરા. કાદર ખાનના ડાયલૉગ આજે પણ લોકોની જીભે છે. તે એવા અભિનેતા હતા જેમને ડાયરેક્ટર પોતે ફિલ્મો હિટ થવાનો શ્રેય આપતા હતા. 1973માં આવેલી ફિલ્મ ‘દાગ' થી પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરનારા કાદર ખાને ઘણી હિટ ફિલ્મો આપી. પોતાના ડાયલૉગ દ્વારા તેમણે અમિતાભ બચ્ચને બોલિવુડના ‘એંગ્રી યંગમેન' બનાવ્યા.

કાદર ખાનના નિધન પર ગોવિંદાએ શું કહ્યુ?
બોલિવુડ અભિનેતા ગોવિંદાએ પણ કાદર ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ ગોવિંદાએ કહ્યુ, ‘તે માત્ર મારા ઉસ્તાદ નહોતા પરંતુ પિતાની જેમ હતા. કાદર ખાનના હાથોમાં એવી કેફિયત હતી કે તે જે એક્ટર સાથે રહેતા તે સુપરસ્ટાર બની જતા હતા. તેમના મોતના સમાચારથી મારા ઘર, મારા પરિવારમાં પણ શોકનો માહોલ છે જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.' તમને જણાવી દઈએ કે કાદર ખાન અને ગોવિંદાની જુગલબંદી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. રાજા બાબૂ, દૂલ્હે રાજા, છોટે સરકાર, કુલી, નંબર વન, આંખે, રાજાજી, આંટી નંબર વન, સાજન ચલે સસુરાલ, અનાડી નંબર 1, જોરુ કા ગુલામ જેવી ઘણી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યુ અને પોતાની જોડી સફળ બનાવી.

કાબુલથી આવીને મુંબઈમાં બનાવી ઓળખ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર અમુક તોફાની તત્વોએ તેમના નિધનના ખોટા સમાચારો ફેલાવીને તેમના પરિવાર અને ફેન્સે દુઃખી કરી દીધા હતા. ત્યારે તેમના પુત્ર સરફરાજે કાદર ખાનના નિધનના સમાચારોનું ખંડન કરતા તેને અફવા ગણાવી હતી. 11 ડિસેમ્બર 1937ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા કાદર ખાને કોમેડિયન, વિલન અને દરેક પ્રકારની ભૂમિકા નિભાવીને ફિલ્મ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી. અમિતાભ બચ્ચનનો ફિલ્મ અગ્નિપથમાં બોલાયેલો જાણીતો ડાયલૉગ કાદર ખાને જ લખ્યો હતો - ‘બાપ કા નામ દીનાનાથ ચૌહાન, મા કા નામ સુહાસિની ચૌહાન, ગાંવ માંડવા, ઉંમ્ર 36 સાલ 9 મહિના 8 દિન ઓર યે સોલહવાં ઘંટા ચાલુ હે.'
આ પણ વાંચોઃ Video Viral: ઝીરો ડિગ્રી તાપમાનના પાણીમાં કેટરીનાએ લગાવી ડૂબકી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
