Pics : વિઘ્નહર્તા દુંદાળા દેવના રંગે રંગાયું બૉલીવુડ!
મુંબઈ, 11 સપ્ટેમ્બર : વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનો ઉત્સવ શરૂ થઈ ગયો છે અને મુંબઈ સહિત દેશ ભરમાં ઠેર-ઠેર શ્રદ્ધાળુઓએ ભગવાન ગણપતિની પ્રતિમાઓ સ્થાપિત કરી છે. દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચનાનો આ ઉત્સવ ચાલશે અને અગિયારમા દિવસે ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. સામાન્ય પ્રજાની જેમ બૉલીવુડ પણ દુંદાળા દેવની ભક્તિના રંગે રંગાઈ ગયું છે.
બૉલીવુડના દબંગ સલમાન ખાને જ્યાં પોતાના બહેનના ઘરે આ વખતે ગણેશોત્સવની ઉજવણી કરી, તો સલમાન ખાન ઉપરાંત નાના પાટેકર, હૃતિક રોશન, રણધીર કપૂર અને જિતેન્દ્ર જેવા સ્ટાર્સે પણ પોત-પોતાના ઘરે ગણપતિ પ્રતિમાની સ્થાપના કરી છે. સલમાન ખાન દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાનું તો ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું અને આ પ્રસંગે હાજર રહેલી હસ્તીઓમાં કૅટરીના કૈફ સૌથી ખાસ હતાં, તો સોનાક્ષી સિન્હા પણ ગણપતિ ભક્તિના રંગે રંગાયેલા દેખાયાં.
આવો તસવીરોમાં જોઇએ બૉલીવુડનો ગણેશોત્સવ :

હૃતિક રોશન
બૉલીવુડના ક્રિશ હૃતિક રોશન ગણેશોત્સવની ઉજવણી કરતાં જણાય છે.

ઇલિયાના
ગણપતિ બાપ્પા સમક્ષ પ્રાર્થના કરતાં ઇલિયાના ડિક્રૂઝ.

હૃતિક-રાકેશ
એક દિવસના ગણેશોત્સવની ઉજવણી કર્યા બાદ વિસર્જન માટે નિકળતાં હૃતિક રોશન અને પિતા રાકેશ રોશન.

જિતેન્દ્ર
બૉલીવુડના જમ્પિંગ જૅક જિતેન્દ્ર ગણપતિ બાપ્પાની પૂજા કરતાં દર્શાય છે.

મરિયમ ઝકરિયા
અભિનેત્રી મરિયમ ઝકરિયા પણ લાગે છે પોતાની આગામી ફિલ્મ ગ્રાન્ડ મસ્તી ઉપર ઘેરાયેલા વિઘ્નોના વાદળો વિખેરી નાંખવાની પ્રાર્થના બાપ્પાને કરી રહ્યાં છે.

નાના પાટેકર
દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના પાટેકર ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યાં છે.

કપૂર પરિવાર
કપૂર પરિવારમાં પણ ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. તસવીરમાં રણધીર કપૂર અને રાજીવ કપૂર દર્શાય છે.

સલમાન ખાન
સલમાન ખાને આ વખતે પોતાના બહેનના ઘરે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. ગઈકાલે તેમણે ગણેશ પૂજા અને વિસર્જનની ઉજવણી કરી હતી.

સોનાક્ષી સિન્હા
દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા સલમાનના ઘરે પહોંચી ગણપતિના રંગે રંગાઈ ગયાં.

રાજ-શિલ્પા
શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુન્દ્રા ગણેશોત્સવની ઉજવણી કરતાં નજરે પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
