Birthday: વિકી કૌશલ પાસે છે કરોડોની સંપત્તિ, જાણો એક ફિલ્મની ફી અને વાર્ષિક કમાણી
Vicky Kaushal Net Worth: બૉલિવુડ અભિનેતા વિકી કૌશલ પોતાના દમદાર અભિનય અને શાનદાર લુકના કારણે ખૂબ જ લોકપ્રિય છે. વિકી કૌશલે લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી છે.
વિકી કૌશલ એવા કલાકારોમાંથી એક છે, જે સરળતાથી કોઈ પણ પાત્રને પોતાનામાં સમાવી લે છે અને પોતાની જાતને એમાં ઢાળી લે છે. વિકી કૌશલ પોતાની મહેનતના જોરે કરોડોની સંપત્તિનો માલિક છે. આજે વિકી કૌશલ તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ચાલો જાણીએ આ વિશેષ પર તેની કુલ સંપત્તિ અને કમાણી વિશે.

વિકી કૌશલ તેની ફિલ્મોની સાથે સાથે તેના લગ્ન વખતે ખૂબ છવાયેલો રહ્યો. તમને જણાવી દઈએ કે વિકી કૌશલે ડિસેમ્બર 2021માં બૉલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા હતા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં તેમના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ વિકી કૌશલની કુલ સંપત્તિ લગભગ 25 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લે છે. વિકી કૌશલને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દીઠ આશરે રૂ. 2.5 કરોડ મળે છે. વિકી કૌશલની એક મહિનાની કમાણી 25 લાખ રૂપિયાથી વધુ છે. વળી, તેની વાર્ષિક આવક 3થી 5 કરોડની વચ્ચે છે.
વિકી કૌશલની આવકનો મુખ્ય સ્ત્રોત તેની ફિલ્મો અને જાહેરાતો છે. વિકી આઇવેર બ્રાન્ડ પોલીસ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, સાઉન્ડ ઇક્વિપમેન્ટ બ્રાન્ડ બોલ્ટ ઓડિયો, હેવેલ્સ ઇન્ડિયા, ઓપ્પોની જાહેરાતોમાં દેખાય છે. તે દરેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2થી 3 કરોડ રૂપિયા લે છે.
વિકી કૌશલ પહેલેથી જ અંધેરી (વેસ્ટ)માં એક આલીશાન ઘર ધરાવે છે અને તેણે તાજેતરમાં બાંદ્રામાં પણ એક ઘર ભાડે લીધું છે. તે તેની પત્ની કેટરિના કૈફ સાથે ત્યાં રહે છે. વિકી કૌશલને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. વિકી કૌશલ પાસે મર્સિડીઝ બેન્ઝ જેવી મોંઘી કાર પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
