જન્મ દિવસ વિશેષ : એક સમયે ડિમ્પલ ઘેલા હતાં સન્ની
મુંબઈ, 19 ઑક્ટોબર : આજે બૉલીવુડના રીયલ એક્શન હીરો સન્ની દેઓલનો જન્મ દિવસ છે. આજે તેઓ 57 વર્ષના થઈ ગયાં છે. માત્ર એક્શન જ નહીં, પણ પોતાની કાતિલ અદાઓ વડે પણ લોકોને મંત્રમુગ્ધ કરનાર હૅન્ડસમ સન્ની દેઓલને એમ તો લોકો શર્મિલો માણસ કહે છે. તેમના પિતા ધરમજીના શબ્દોમાં કહીએ તો મારો પુત્ર સન્ની દેઓલ બહુ જ સંકોચી સ્વભાવનો છે અને તે અંગે હું પણ તેની મજાક ઉડાવતો હતો.

પોતાના પુત્ર સન્ની દેઓલ અંગે સમ્પૂર્ણપણે સંતુષ્ટ ધર્મેન્દ્ર તાજેતરમાં જ પોતાના હોમ પ્રોડક્શનની યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં નજરે પડ્યા હતાં. જોકે ફિલ્મ અપેક્ષાકૃત સફળ નહોતી થઈ, પણ સન્ની દેઓલનો ક્રેઝ જેમનો તેમ જ છે. એમ તો સન્ની દેઓલને લોકો શાંત અને શર્મિલો કહે છે, પણ એક વખત સન્નીના જીવનમાં તેવી ક્ષણ આવી હતી કે જેના કારણે તેમના જીવનમાં ભુકમ્પ આવી ગયો હતો.
કહે છે કે સન્ની દેઓલને બૉલીવુડના ગ્લૅમસ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા બહુ ગમી ગયા હતાં. ડિમ્પલના હૃદયમાં પણ સન્નીની મહોબ્બત જાગી હતી. બંને અંગે તે વખતે પત્રિકાઓમાં ઘણુ છપાયુ હતું. બંનેના અફૅરના કિસ્સાઓ તે વખતે મીડિયામાં પણ ચર્ચાયા હતાં. કહે છે કે રાજેશ ખન્નાની બેવફાઈથી પરેશાન થઈ બે બાળકોના માતા ડિમ્પલ કાપડિયા તે વખતે સન્ની દેઓલ સાથે લગ્ન કરવા માંતા હતાં. એટલું જ નહીં સન્ની અને ડિમ્પલ લિવ ઇન રિલેશનમાં પણ હતાં કે જ્યારે સન્નીના પત્ની લંડનમાં હતાં. ડિમ્પલ મુદ્દે સન્નીના અંગત જીવનમાં ઘણા ઝગડા થયાં. સન્ની દેઓલ પોતાના પત્નીને છુટાછેડા નહોતા આપવા માંગતા હતાં. તેથી જ તેઓ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન ન કરી શક્યાં.
ખેર સન્ની દેઓલ આજે ઠરીઠામ થઈ ચુક્યાં છે. તેઓ બૉલીવુડના રીયલ એક્શન હીરો તરીકે આજે પણ જાણીતા છે. તેમની છેલ્લી ફિલ્મ યમલા પગલા દીવાના 2 હતી, તો આગામી ફિલ્મોમાં સિંહ સાહેબ ધ ગ્રેટ, આઈ લવ એનવાયનો સમાવેશ થાય છે. આપ પણ સન્ની દેઓલને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી શકો છો. નીચે આપેલા કૉમેંટ બૉક્સમાં લખી આપો આપની શુભેચ્છાઓ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
