Pics : રાજેશ બાદ સન્ની ઉપર આવ્યું હતું ડિમ્પલનું દિલ
મુંબઈ, 8 જૂન : આજે બૉલીવુડના સેક્સી અભિનેત્રીઓમાંના એક ડિમ્પલ કાપડિયાનો જન્મ દિવસ છે. કાકના પત્ની તરીકે ઓછાં, પણ એક મહાન અભિનેત્રી તરીકે ઓળખ સ્થાપનાર ડિમ્લ આજે પણ ફિલ્મોમાં સક્રિય છે. સાગર જેવી ફિલ્મોના મલ્લિકા ડિમ્પલે માત્ર 16 વરસની વયે બૉલીવુડમાં પગલુ મૂક્યુ હતું. જે સમયે તેમની પ્રથમ ફિલ્મ બૉબી રિલીઝ થઈ, તે સમયે એટલી ઓછી વયે અભિનેત્રીઓ ફિલ્મોમાં કામ નહોતી કરતી.
બૉબી સુપરહિટ રહી. લોકોને ડિમ્પલ પાસે ઘણી આશાઓ હતી, પરંતુ ડિમ્પલે તે જ સમયે રીલ લાઇફમાં ધડાકો ન કરી, રીયલ લાઇફમાં ધડાકો કરી નાંખ્યો ડિમ્પલ કાપડિયા પોતાની પ્રથણ જ ફિલ્મ બાદ પોતાના કરતાં બહુ મોટી વયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પરણી ગયાં. જોકે તેમનો વૈવાહિક જીવન સુખમય સાબિત ન થયું. રાજેશ ખન્નાના રંગીન મિજાજ તથા દારૂ પીવાની ટેવે ડિમ્પલને ઘર છોડવા મજબૂર કરી અને રાજેશની બે સુંદર પુત્રીઓના માતા બન્યા બાદ પણ ડિમ્પલે દસ વરસ બાદ ફિલ્મોમાં કમબ2ક કર્યું અને આજ સુધી ફિલ્મોમાં સફળતાની સફર કરી રહ્યાં છે.
ભલે ડિમ્પલે રાજેશ ખન્નાના જીવન સાથે અંતર બનાલી લીધો, પણ તેમણે તેમને છુટાછેડા નહિં આપ્યાં અને છેલ્લા શ્વાસ સુધી પત્ની હોવાનો હક કર્યો. રાજેશ ખન્નાના અંતિમ સમયમાં ડિમ્પલ તન-મનથી તેમની સેવા કરતા રહ્યાં. આજે રાજેશ ખન્ના અને તેમની સમ્પત્તિ અંગે વિવાદ છે. રાજેશ ખન્ના પોતાની પાછળ 600 કરોડની દોલત છોડી ગયાં છે કે જેની ઉપર રાજેશના કથિત પ્રેમિકા અનીતા અડવાણી હક જતાઈ રહ્યાં છે. કેસ કોર્ટમાં છે.
ખેર જોઇએ તસવીરો સાથે ડિમ્પલ કાપડિયા અંગેની વધુ વિગતો.

સોળે શરુઆત
ડિમ્પલ કાપડિયાએ માત્ર 16 વર્ષની વયે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી. ફિલ્મમાં તેમની સાથે હીરો ઋષિ કપૂર હતાં. ફિલ્મ સુપરહિટ રહી હતી.

સુપરસ્ટાર સાથે લગ્ન
ડિમ્પલે બૉબીની સફળતા છતાં તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્નાના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને તેમના બે પુત્રીઓ ટ્વિંકલ તથા રિંકલના માતા બન્યાં.

સાગર સાથે કમબૅક
રાજેશ સાથે છુટા પડ્યા બાદ ડિમ્પલે સાગર ફિલ્મ સાથે કમબૅક કર્યું. તેમાં પણ હીરો ઋષિ કપૂર જ હતાં.

રાજેશ પછી સન્ની
અગિયાર વર્ષના વૈવાહિક જીવનને નરક કહેનાર અને એપ્રિલ-1984માં રાજેશથી જુદા રહેવાનો નિર્ણય કરનાર ડિમ્પલને બે પુત્રીઓ થયા બાદ પણ અભિનેતા સન્ની દેઓલ સાથે પ્રેમ થઈ ગયો હતો.

અને બ્રેક-અપ
વર્ષ 1985માં ફિલ્મોમાં કમબૅક કરનાર ડિમ્પલ તથા સન્ની દેઓલના પ્રેમની ચર્ચા ફિલ્મી શેરીઓમાં અને પત્ર-પત્રિકાઓમાં ખૂબ થઈ, પણ સન્ની પરિણીત હતાં અને તેઓ પોતાના પત્નીને છુટાછેડા નહોતા આપવા માંગતાં. તેથી કહેવાયું કે સન્ની ડિમ્પલ સાથે લગ્ન નહીં કરી શકે અને બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
