B'day Spcl : જુઓ દીપિકા સાથે જોડાયેલી 5 Hot Controversies
મુંબઈ, 5 જાન્યુઆરી : 2013થી બૉલીવુડની નંબર વન હીરોઇન બની ઉપસી આવેલા અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે 29મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે દીપિકાના નજીકના મિત્રો અને તેમમના ફૅન્સ તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવી રહ્યાં છે. બૉલીવુડ તરફથી પણ દીપિકા પર જન્મ દિવસે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
દીપિકા પાદુકોણેના કૅરિયર માટે છેલ્લા બે વર્ષ ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ રહ્યાં છે,પરંતુ તેમણે અંગત બાબતોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એમ કહેવું કદાચ ખોટુ નહીં ગણાય કે પ્રેમની બાબતમાં દીપિકા પાદુકોણે અનલકી રહ્યાં છે. તેમનું નામ બૉલીવુડ જ નહીં, પણ ક્રિકેટની દુનિયાના પણ દિગ્ગજ ખેલાડીઓ સાથે જોડાતુ રહ્યું છે, પરંતુ દીપિકાએ ક્યારેય આ મુદ્દે ખુલીને કોઈ ખુલાસો કર્યો નથી.
વર્ષ 2014માં પણ દીપિકા સાથે અનેક વિવાદો જોડાયાં, પરંતુ તેના પગલે દીપિકા ક્યારેય હેરાન ન થયાં. જોકે બૉલીવુડમાં સૌએ દીપિકાનો આગળ ચાલીને સાથ આપ્યો. સૌથી ચર્ચિત બે મુદ્દાઓ રહ્યાં. તેમાં એક તો દીપિકા-રણવીર વચ્ચેનું અફૅર અને બીજો ક્લીવેજ અંગેનો મુદ્દો.
ચાલો તસવીરો સાથે જોઇએ દીપિકા પાદુકોણે સાથે જોડાયેલા વર્ષ 2014ના વિવાદો :

ક્લીવેજ કંટ્રોવર્સી
એક જાણીતા પબ્લિકેશન દ્વારા દીપિકા પાદુકોણેની કેટલીક ક્લીવેજ દર્શાવતી તસવીરો પ્રસિદ્ધ કરાતાં દીપિકા નારાજ થઈ ગયાં. તેમણે આ બાબતે સખત વલણ અપનાવતા જણાવ્યું કે તેઓ એક સ્ત્રી છે, તેથી તેમના ક્લીવેજને મુદ્દો બનાવવો ખોટુ છે. આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો અને બૉલીવુડના અનેક સ્ટાર્સે તેમના વિરોધને ટેકો પણ આપ્યો.

સલમાનની અવગણના
દીપિકા પાદુકોણે શાહરુખ ખાનના ખૂબ જ નજીક ગણાય છે. દીપિકાએ કૅરિયર જ શાહરુખ સાથે શરૂ કર્યુ હતું. તેમને સામાન્યતઃ સવાલ કરાય છે કે તેઓ સલમાન ખાન સાથે કામ કરવા માંગશે? આ અંગે દીપિકાએ કહ્યું કે જો ફિલ્મ મળશે, તો તેઓ જરૂર સલમાન સાથે કામ કરશે. સલમાને પણ દીપિકાના બહુ વખાણ કરતા જણાવ્યું કે તેઓ એક શ્રેષ્ઠ અભિનેત્રી છે અને તેઓ તેમની સાથે ચોક્કસ કામ કરવા માંગશે, પરંતુ દીપિકાએ આમ છતાં સલમાન સાથેની ઘણી ફિલ્મો ઠુકરાવી દીધી.

રણવીર સાથે સગપણ
રણબીર કપૂર સાથે અફૅર કરનાર દીપિકાનું નામ તેમનાથી છુટા પડ્યા બાદ અનેક લોકો સાથે જોડાયું, પણ હાલમાં દીપિકાનું નામ રણવીર સિંહ સાથે જોડાયેલું છે. ગત વર્ષ દરમિયાન અહીં સુધી અફવાઓ ફેલાઈ કે દીપિકાએ રણવીર સાથે સગપણ કરી લીધુ છે.

શ્વેતા મુદ્દે દીપિકાનો વલણ
બૉલીવુડની ચાઇલ્ડ આર્ટિસ્ટ રહેલ શ્વેતા બાસુના સેક્સ રૅકેટમાં ઝડપાઈ જવા અંગે અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓએ મૌન સેવી રાખ્યું, પણ દીપિકાએ ખુલીને શ્વેતાને ટેકો આપ્યો. આ અંગે કેટલાક લોકોએ દીપિકાનો વિરોધ પણ કર્યો.

ધોની અંગે મૌન
તાજેતરમાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ઘણી બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ અંગે પ્રત્યાઘાત આપ્યાં, પણ એક વખતે ધોની સાથે કથિત અફૅર કરનાર દીપિકાનું ધોનીની નિવૃત્તિ અંગે મૌન ચર્ચામાં રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
