Birthday: એક સમયે હતો વૉચમેન, આજે છે કરોડોનો માલિક, જાણો નવાઝુદ્દીન સિદ્દીકીની કુલ સંપત્તિ
Nawazuddin Siddiqui Birthday: બૉલિવુડ અભિનેતા છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ભલે ચર્ચામાં હોય પરંતુ પ્રોફેશનલ લાઈફમાં તે એક શાનદાર એક્ટર છે તે બાબતમાં કોઈ શંકા નથી.
નવાઝુદ્દીન સિદ્દીનો જન્મ 19 મે, 1974ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાના ગામાં થયો હતો. તે 8 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાથી તેમના પર સૌથી વધુ જવાબદારી હતી.

અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી અને આજે નવાઝુદ્દીન તે જ મહેનતના આધારે કરોડો રૂપિયાનો માલિક બની ગયો છે. આજે નવાઝુદ્દીન સિદ્દીકી પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો તેમના જન્મદિવસના અવસર પર તેમની કુલ સંપત્તિ અને કમાણી વિશે જાણીએ.
નવાઝુદ્દીન સિદ્દીકીએ ગુરુકુલ કાંગરી યુનિવર્સિટી, હરિદ્વારમાંથી રસાયણશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યુ. જો કે, તે હંમેશા એક્ટર બનવા માંગતો હતો. અભ્યાસ બાદ નવાઝુદ્દીને નોકરી શોધવાનુ શરૂ કર્યુ. ઘણા મહિનાઓ પછી વડોદરાની પેટ્રોકેમિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી મળી. આ કંપનીમાં કેમિકલ ટેસ્ટિંગ એક ખતરનાક કામ હતુ પરંતુ તેમ છતાં નવાઝે લગભગ એક વર્ષ સુધી અહીં કામ કર્યુ.
નવાઝુદ્દીન તેની અભિનય કારકિર્દીના દિવસોમાં ચોકીદાર અને રસોઈયા તરીકે કામ કરતો હતો. જો કે આજે નવાઝુદ્દીને પોતાના ઉત્તમ અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. પોતાની મહેનતના આધારે નવાઝુદ્દીન આજે 96 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. નવાઝુદ્દીન એક ફિલ્મ કરવા માટે લગભગ 6 કરોડ રૂપિયા લે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વધી રહેલી લોકપ્રિયતાને કારણે તેણે પોતાની ફીમાં પણ વધારો કર્યો છે. ફિલ્મો ઉપરાંત નવાઝ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કરોડોની કમાણી કરે છે. તે દરેક જાહેરાત માટે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઈના વર્સોવા વિસ્તારમાં ખૂબ જ આલીશાન મકાનમાં રહે છે. તેણે આ આલીશાન ઘર વર્ષ 2017માં ખરીદ્યું હતું. આ ઘરની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.
નવાઝુદ્દીને પોતાના આ ઘરને ખૂબ જ પ્રેમથી સજાવ્યું છે. નવાઝુદ્દીને એક પોસ્ટમાં કહ્યું હતું કે તે જે ઘરમાં રહે છે તે ઘરનું બાથરૂમ પણ તે સ્ટ્રગલના દિવસોમાં જે ઘરમાં રહેતો હતો તેનાથી મોટુ છે. નવાઝુદ્દીન પાસે મર્સિડીઝ બેન્ઝ, BMW અને Audi જેવા મોંઘા વાહનો પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
