Pics : સાજિદની ‘તમન્ના’ સામે બિપાશાના રિસામણા
મુંબઈ, 30 મે : બિપાશા બાસુ આજકાલ પોતાની આવનાર ફિલ્મ હમશકલ્સના દિગ્દર્શક સાજિદ ખાનથી નારાજ ચાલી રહ્યાં છે. આ ફિલ્મમાં બિપાશા ઉપરાંત બીજી બે અભિનેત્રીઓ તમન્ના ભાટિયા તેમજ એશા ગુપ્તા પણ છે. બિપાશાના રિસામણાનું કારણ ચિર-પરિચિત બતાવાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એક ફિલ્મમાં ત્રણ હીરોઇનો હોય, તો નિર્માતા-દિગ્દર્શકે મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. બિપાશાની નારાજગીનું કારણ એ છે કે હમશકલ્સ ફિલ્મમાં તેમના જેવી સીનિયર હીરોઇન હોવા છતાં સાજિદ ખાન ફિલ્મના પ્રમોશનમાં તમન્ના ભાટિયાને વધુ મહત્વ આપી રહ્યાં છે. તમન્નાને જ લીડિંગ એક્ટ્રેસ તરીકે રજૂ કરાઈ રહી છે. તેથી જ તાજેતરમાં એક ટેલીવિઝન શોમાં ફિલ્મના પ્રમોશનમાં બિપાશા બાસુ નહોતા પહોંચ્યાં.
નોંધનીય છે કે સાજિદ ખાને જ તમન્ના ભાટિયાને બૉલીવુડમાં હિમ્મતવાલા ફિલ્મ દ્વારા લૉન્ચ કરી હતી. હિમ્મતવાલા ફ્લૉપ રહી હતી. હવે સાજિદ ખાન તમન્નાના કૅરિયરને નવેસરથી શણગારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને તેથી જ એશા ગુપ્તા તેમજ બિપાશાની જગ્યાએ તમન્ના ભાટિયા ઉપર વધુ ફોકસ કરી રહ્યાં છે. કહે છે કે એશા ગુપ્તા પણ સાજિદથી નારાજ છે.
જોકે એશા ગુપ્તા પ્રમોશનલ ઇવેંટમાં હાજર રહે છે, પરંતુ બિપાશાની ગેરહાજરી સુચક ગણી શકાય. જુઓ તસવીરો :

હમશકલ્સનું પ્રમોશન
સાજિદ ખાનની આગામી ફિલ્મ હમશકલ્સનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે.

બિપાશા ગેરહાજર
હમશકલ્સના પ્રમોશનમાં ફિલ્મની તમામ કાસ્ટ દેખાય છે, પરંતુ એકમાત્ર બિપાશા બાસુ ક્યાંય દેખાતા નથી.

તમન્ના સામે નારાજ બિપાશા
કહે છે કે સાજિદ ખાન પ્રમોશનમાં તમન્ના ભાટિયાને વધુ મહત્વ આપી રહ્યાં છે અને તેથી જ સીનિયર અભિનેત્રી હોવાના નાતે બિપાશા બાસુને લાગી આવ્યું છે.

રામ-રીતેશ-સૈફ
કૉમેડી ફિલ્મ હમશકલ્સના લીડ હીરો રામ કપૂર, રીતેશ દેશમુખ અને સૈફ અલી ખાન પ્રમોશન દરમિયાન પણ ખૂબ મસ્તી કરી રહ્યાં છે.

લોકોને હસાવતા કલાકારો
હમશકલ્સના પ્રમોશન દરમિયાન લોકોને હસાવતા ફિલ્મના કલાકારો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
