Pics : હરમન સાથે જન્મ દિવસ ઉજવતાં બિપાશા!
મુંબઈ, 7 જાન્યુઆરી : બૉલીવુડના બંગાળી બાળા બિપાશા બાસુનો આજે 35મો જન્મ દિવસ છે. તેઓ બૉલીવુડમાં સુંદર અને બિંદાસ્ત અભિનેત્રી તરીકે જાણીતા છે. તેમણે બૉલીવુડમાં પોતાની શરુઆતની ફિલ્મો દ્વારા સનસનાટી મચાવી દીધી હતી.
7મી જાન્યુઆરી, 1979ના રોજ એક બંગાળી પરિવારમા જન્મેલા બિપાશા બાસુ થોડાક વર્ષો દિલ્હીમાં રહ્યા બાદ પરિવાર સાથે કોલકાતા જતા રહ્યા હતાં. બિપાશાએ પોતાના કૅરિયરની શરુઆત મૉડેલિંગ સાથે કરી હતી. વર્ષ 1996માં તેમણે ગોદરેજ સિંથૉલ સુપર મૉડેલ કૉન્ટેસ્ટ જીતી હતી.
બિપાશા બાસુનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. બિપાશાનો સંબંધ રાઝ ફિલ્મમાં તેમના કો-સ્ટાર ડીનો મોરિયા સાથે 1996થી 2002 સુધી રહ્યો. પછી બિપાશાનું નામ જ્હૉન અબ્રાહમ સાથે જોડાયુ હતું. બિપાશાએ 2001માં સુપર સ્ટાર અક્ષય કુમાર સાથે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ અજનબી દ્વારા પ્રવેશ કર્યો હતો કે જે બહુ સફળ રહી હતી. અજનબી પછી બિપાશાએ વિક્રમ ભટ્ટની રાઝ અને પૂજા ભટ્ટની જિસ્મ ફિલ્મમાં કામ કરી બૉલીવુડમાં અલગ ઓળખ ઉભી કરી.
ઉપરાંત તેમણે નો એન્ટ્રી, કૉર્પોરેટ, ધૂમ 2, ફિર હેરાફેરી અને ઓમકારા જેવી સફળ ફિલ્મો પણ કરી છે. ઉપરાંત બિપાશાએ પોતાની એક ફિટનેસ ડીવીડી લવ યોરસેલ્ફ પણ કાઢી હતી. તાજેતરમાં જ બિપાશા બાસુએ રાઝ 3માં કામ કર્યુ હતું અને છેલ્લે તેઓ આત્મા ફિલ્મમાં દેખાયા હતાં.
એક વખતે જ્હૉન અબ્રાહમ સાથેના અફૅરના પગલે ચર્ચામાં રહેનાર બિપાશા આજકાલ હરમન બાવેજા સાથેની મૈત્રીના પગલે ચર્ચામાં રહે છે. હરમન બાવેજાએ પોતાનું બૉલીવુડ કૅરિયર લવસ્ટોરી 2050થી કરી હતી. પછી તેઓ વિક્ટ્રી તેમજ વાટ્સ યોર રાશિમાં દેખાયાં, પણ તમામ ફિલ્મો નિષ્ફળ નિવડી. જોકે દિગ્દર્શક હૅરી બાવેજાના પુત્ર હોવાના નાતે તેમને સતત કામ મળતું રહ્યું છે.
ચાલો જોઇએ બિપાશાના જન્મ દિવસની પાર્ટીની તસવીરો :

મિત્રો સાથે બિપાશા
બિપાશા બાસુ પોતાના જન્મ દિવસની પાર્ટી દરમિયાન મિત્રો સાથે ખુશખુશાલ જણાય છે.

મિત્રો સાથે બિપાશા
બિપાશા બાસુ પોતાના જન્મ દિવસની પાર્ટી દરમિયાન મિત્રો સાથે ખુશખુશાલ જણાય છે.

માતા-પિતા
બિપાશાના જન્મ દિવસની પાર્ટીમાં તેમના માતા-પિતા.

દીપન્નિતા શર્મા
બિપાશાના જન્મ દિવસની પાર્ટીમાં દીપન્નિતા શર્મા.

હરમન
બિપાશાના ખાસ મહેમાન હતાં હરમન બાવેજા કે જેઓ આજકાલ બિપાશાના ખાસ મિત્ર ગણાય છે. જ્હૉન સાથે બ્રેક-અપ બાદ હરમન જ કદાચ બિપાશાના એકમાત્ર સહારા છે.

માધવન
બિપાશાની પાર્ટીમાં માધવન.

શિલ્પા-શમિતા
બિપાશાના જન્મ દિવસની પાર્ટીમાં શિલ્પા શેટ્ટી અને તેમના બહેન શમિતા શેટ્ટી પણ હાજર રહ્યા હતાં.

શિલ્પા-રાજ
બિપાશાને જન્મ દિવસની શુભેચ્છા આપવા શિલ્પાના પતિ રાજ કુન્દ્રા પણ પહોંચ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
