તૂટશે હજારો ફેન્સના દિલ..,બિપાશા બસુ જલ્દી કરશે લગ્ન!
જો અફવાઓનું માનીએ તો બોલીવુડની બંગાળી બાળા બિપાશા બસુ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ ખબર ખુદ બિપાશા બસુ દ્વારા જ સામે આવી છે.
બિપાશાએ ખુલીને તો કશું જ નથી કહ્યું પરંતુ બિપાશા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટ્વિટસ એ તરફ ઇશારો ચોક્કસ કરી રહી છે. યુવરાજ સિંહ અને હેઝલની સગાઇની ખબર તો તમને મળી જ ગઇ છે. જણાવી દઇએ કે તે બંનેની તસવીર પર કમેન્ટ કરતા બિપાશા બાસુએ લખ્યુ છેકે બહુ જલ્દી મારો પણ નંબર આવશે.
જણાવી દઇએ કે હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન કરન સિંહ ગ્રોવરે નિવેદન આપ્યુ હતુ કે તેઓ અને બિપાશા સારા મિત્રો છે. અમને બંનેને સાથે સમય પસાર કરવો ગમે છે. હમમમમ....હવે શું બિપાશા અને કરન બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવાના છે? વેલ આ ખબરની ઓફિશીયલ ઘોષણાની રાહ સૌ કોઇ જોઇ રહ્યાં છે.
જો કે હાલમાં તો અહીં ક્લીક કરીને જાણી લો કે બિપાશા બસુનુ નામ અત્યારસુધી કોની કોની સાથે જોડાઇ ચૂક્યુ છે.

ડિનો મોરીયો
બિપાશા બસુ અને ડિનો મોરિયોને સ્ક્રીનના સૌથી હૉટ કપલ માનવામાં આવતા હતા. આ બંનેએ રાઝ, ગુનાહ, અને રક્ત જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને ઘણા મજબૂત રીલેશનમાં પણ હતા. પરંતુ બહુ જલ્દી આ રીલેશન તૂટી ગયો હતો, હાલમાં બંને સારા મિત્રો છે.

જોન અબ્રાહમ
જોન અબ્રાહમ અને બિપાશા બસુની જોડી બોલિવુડની સૌથી પ્રસિદ્ધ જોડીઓમાંથી એક રહી છે. બંનેએ સાથે ઘણી હીટ ફિલ્મો પણ આપી છે. પરંતુ બંનેએ 9 વર્ષ એકસાથે રહ્યાં બાદ અલગ થવુ પડ્યુ હતુ.

રાણા ડુગ્ગુબાતી
જો અફવાઓનું માનીએ તો બિપાશા બસુ અને રાણા ડુગ્ગુબાતીની વચ્ચે અફેરની શરૂઆત થઇ હતી. આ બંને ફિલ્મ દમ મારો દમમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ તેમના રીલેશનને ક્યારેય વધુ હવા ના મળી.

હરમન બવેજા
પ્રિયંકા ચોપડા બાદ હરમન બવેજાનું નામ બિપાશા બસુ સાથે જોડાયુ હતુ. બંનેએ પોતાના રિલેશનને જાહેર કરવામાં પાછી પાની નહોતી કરી. પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ છે.

કરન સિંહ ગ્રોવર
કરન સિંહ ગ્રોવર અને બિપાશા બસુ હાલમાં જ એકસાથે ફિલ્મ અલોનમાં જોવા મળ્યા હતા. આ દરમ્યાન જ કરને પોતાની પત્ની જેનીફરને છુટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ તે અને બિપાશા નજીક આવ્યા હતા. જો કે હાલમાં તો બંને એકબીજાને સારા મિત્રો ગણાવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
