Pics : ભાગ મિલ્ખા ભાગ જોતાં આંખો છલકાઈ જશે : પ્રિવ્યૂ
મુંબઈ, 11 જુલાઈ : મિલ્ખા સિંહના જીવન પર આધારિત ભાગ મિલ્ખા ભાગ આવતીકાલે રિલીઝ થાય છે. ફિલ્મમાં ફરહાન અખ્તર લીડ રોલમાં છે. સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન શાહરુખ ખાન હોય કે અમિતાભ બચ્ચન સૌએ ફિલ્મના અને ફરહાનના વખાણ કર્યાં છે. ફરહાનની એક્ટિંગ જોઈ અનેક લોકોની આંખો છલકાઈ આવી હતી. અમિતાભ પોતે આશ્ચર્યમાં પડી ગયા હતાં.
ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની વાર્તા મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. મિલ્ખા સિંહ એક બહુ જ જાણીતા એથલીટ છે કે જેમણે પોતાના સમગ્ર જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. મિલ્ખાની આંખોની સામે જ તેમના માતા-પિતાની હત્યા કરાઈ હતી. બાળપણમાં જ તેઓના માથેથી માતા-પિતાનો પડછાયો ઉઠી ગયો હતો. આમ છતાં તેમણે કઠોર મહેનત કરી અને દેશનું નામ રોશન કર્યું. ફિલ્મમાં મિલ્ખા સિંહના જીવનને કંડારાયું છે. ફિલ્મમાં એવા અનેક પાસાઓ દર્શાવાયા છે કે જેને જોઈ દર્શકોની આંખો છલકાઈ આવશે.
આવો તસવીરો સાથે જાણીએ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વિગતો :

એક રુપિયામાં મળી વાર્તા
ભાગ મિલ્ખા ભાગના નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરાને મિલ્ખા સિંહે માત્ર એક રુપિયામાં પોતાની વાર્તા આપી દીધી.

સોનમે 11 રુપિયા લીધાં
સોનમ કપૂરે આ ફિલ્મમાં કામ કરવા માટે માત્ર 11 રુપિયે શુકન તરીકે લીધાં છે. તેઓ ફરહાન સાથે કામ કરવા માંગતા હતાં. તેથી તેમણે આ ફિલ્મ સ્વીકારી.

શાહરુખ-અમિતાભે કર્યા વખાણ
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન શાહરુખ-અમિતાભે ફરહાન અખ્તરની એક્ટિંગના વખાણ કર્યાં.

કાલે થશે રિલીઝ
ભાગ મિલ્ખા ભાગ 12મી જુલાઈ એટલે કે આવતીકાલે રિલીઝ થશે. પ્રસૂન જોશીએ ફિલ્મના સંવાદો લખ્યાં છે. યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફિલ્મમાં ફરહાનના કોચનો રોલ કર્યો છે.

મિલ્ખા સિંહ ભારતના ગૌરવ
મિલ્ખા સિંહે 1960માં રોમ તેમજ 1964માં ટોક્યો ખાતે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ફિલ્મ અંગે નિર્માતા રાકેશ મહેરાએ જણાવ્યું - ભાગ મિલ્ખા ભાગ કોઈ ખાસ રમત, ટ્રૉફી કે મેડલ્સ પર આધારિત નથી, પણ તે મિલ્ખા સિંહની આંતરિક અગ્નિ પ્રકટ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
