Best Actress 2015: દીપિકા, અનુષ્કા કે પ્રિયંકા જાણો કોણે મારી બાજી
વર્ષ 2015 પૂરી થવા આવ્યું છે. ત્યારે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ વર્ષ બોલીવૂડ માટે કંઇ ખાસ નથી રહ્યું. કેટલીકએ ફિલ્મો આવી અને ગઇ પણ બોક્સ ઓફિસ પર કોઇએ ખાસ તોફાન નથી મચાવ્યું.
મોટામાં મોટી ફિલ્મો, મોટા સ્ટાર અને ડાયરેક્ટર્સને પણ દર્શકોએ માથેથી નીકાળી દીધી. જે ફિલ્મ સારી હતી તે પણ આ વર્ષે પીટાઇ છે અને જે ફિલ્મ ફાલતુ હતી તે પણ આ વર્ષે હીટ સાબિત થઇ છે. ત્યારે આ વર્ષે બેસ્ટ પરફોર્મન્સ આપનારી એક્ટ્રેસનું અમે લીસ્ટ બહાર પાડ્યું છે. આ એકટ્રેસોએ આ વર્ષે કંઇક મેન લાઇનથી કંઇક હટીને રોલ કર્યો છે અને સફળતા મેળવી છે. જેમ કે અનુષ્કા શર્માને એનએચ 10 અને દિપીકા પાદુકોણની પીકૂ.
ત્યારે આ વર્ષની કેટલીક સારી ફિલ્મો અને સારી અભિનેત્રીઓને અમે આ લિસ્ટમાં બતાવી છે. હવે તમારે નક્કી કરવાનું છે કે આમાંથી બેસ્ટ કોણ રહી અમને આ વિષે નીચેના કોમોન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો.

દીપિકા પાદુકોણ (પીકૂ)
ફિલ્મ પીકૂનું કેરેક્ટ ભજવીને દિપીકા પાદુકોણે દિલ ખોલીને તમામ લોકો પાસેથી તારીફ મેળવી. આ ફિલ્મમાં દિપીકાના કેરેક્ટના અનેક શેડ હતા. તે એક બેટી, ફેન્ડ, ગર્લફેન્ડ અને ખુલ્લા વિચારો વાળી યુવતી હતી.

કંગના રણાવત
તનુ વેડ્સ મનુ રિટન્સમાં કંગનાએ ડબલ રોલ ભજવ્યા. બન્ને રોલ અલગ અલગ હતા પણ બન્નેમાં કંગના છવાઇ ગઇ.

અનુષ્કા શર્મા
અનુષ્કાએ ફિલ્મ એનએચ 10થી ભારે વાહવાઇ લૂટી. દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી અને લોકોને અનુષ્કાનો નોન ગ્લેમરસ રોલ પણ પસંદ આવ્યો.

પ્રિયંકા ચોપડા
બાજીરાવ મસ્તાની ફિલ્મમાં પ્રિયંકા ચોપડાનો સેકેન્ડ લીડ રોલ હતો. પણ કાશીબાઇની ભૂમિકા લોકોથી લઇને સમીક્ષકોને તેવી પસંદ આવી કે પૂછોના વાત.

રીચા ચડ્ડા (મસાન)
આ ફિલ્મના વખાણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી થયા. જેમાં રિચા ચડ્ડાના રોલને ભારે વાહવાઇ મળી.

શ્રદ્ધા કપૂર
એબીસીડીમાં શ્રદ્ધા કપૂરનો અલગ અંદાજ જોવા મળ્યો. તે આટલી સારી ડાન્સર છે તે આ ફિલ્મ દ્વારા જ જાણવા મળ્યું.

ભૂમિ પેડનેકર
જે લોકોએ દમ લગાકે હઇશા ફિલ્મ નથી જોઇ તેમણે આ ફિલ્મ ખાસ જોવી જોઇએ. સરસ ફિલ્મ અને સરસ કલાકાર. જેમાં ભૂમિએ સારો રોલ કર્યો છે.

કોંકણા સેન શર્મા
તલવારમાં કોંકણા સેન શર્માનો અભિનય દમદાર હતો. નોંધનીય છે કે કોંકણાએ આ ફિલ્મમાં નૂપર તલવારની ભૂમિકા ભજવી હતી.

કાજોલ
દિલવાલેમાં પાંચ વર્ષ પછી કાજોલ રૂપેરી પડદે પાછી ફરી અને તેણે પાંચ વર્ષની તમામ કસર પૂરી કરી દીધી. આ ફિલ્મમાં કાજોલ કોમેડી, એક્શન, રોમાન્ટિક અને નેગેટિવ શેડમાં જોવા મળી.

ઐશ્વર્યા રાય બચ્ચન
જજ્બા દ્વારા પાંચ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરનાર ઐશ્વર્યા રાય બચ્ચને પણ સિલ્વર સ્ક્રીન પર દમદાર રોલ ભજવીને અભિનેત્રી તરીકેની પોતાની ખાસિયતને ચાર ચાંદ લગાવી દીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
