બર્ફીએ તોડ્યો રૉકસ્ટારનો રેકૉર્ડ
મુંબઈ, 17 સપ્ટેમ્બર : અનુરાગ બાસુની ફિલ્મ બર્ફીએ રિલીઝ થવાના પહેલાં જ દિવસે બૉક્સ ઑફિસ પર એક શાનદાર ઓપનિંગ કરી છે. પહેલાં જ વીકેન્ડમાં કુલ 34.15 કરોડનું બિઝનેશ કરી ચુકી છે બર્ફી . આ સાથે જ રણબીર કપૂરની અત્યાર સુધીની સૌથી મોટી હિટ રૉકસ્ટારનો રેકૉર્ડ પણ તુટી ગયો.

રૉકસ્ટારે પ્રથમ અઠવાડિયામાં કુલ 33 કરોડનો બિઝનેસ કર્યો હતો. બર્ફીએ પણ તેની બહુ જ નજીક આવી તેનો રેકૉર્ડ તોડ્યો છે.
14મી સપ્ટેમ્બરે બર્ફી દેશ ભરમાં કુલ 1300 મલ્ટીપ્લેક્સ અને 300 સિંગલ સ્ક્રીન ઉપર રિલીઝ થઈ હતી. પહેલાં જ દિવસે થિયેટરમાં કુલ 85થી લઈ 100 ટકા સુધીની દર્શકોની હાજરી નોંધાઈ હતી.
આ રોમેટિક કૉમેડીએ પહેલાં જ દિવસે કુલ 9.20 કરોડનો બિઝનેસ કર્યો હતો, જે રૉકસ્ટારની પ્રથમ દિવસની ઓપનિંગ 11 કરોડથી ઓછો હતો.
પછી શનિવારે બર્ફીના કલેક્શનમાં ઘણી વૃદ્ધિ થઈ અને ફિલ્મે શનિવારના રોજ કુલ 11.50 કરોડનું કર્યું તથા પછી રવિવારના રોજ ફિલ્મે ઘણી સારી કમાણી કરી તેમજ પહેલા દિવસના કલેક્શન કરતા 50 ટકા વધુ કમાણી કરી. રવિવારે ફિલ્મે પોતાના કલેક્શનમાં કુલ 13.45 કરોડ વધુ ઉમેર્યાં તથા કુલ્લે 34.45 કરોડનો બિઝનેસ કરી બૉક્સ ઑફિસ ઉપર એક સારું કલેક્શન કર્યું.
બર્ફીની સમગ્ર ટીમે ફિલ્મના પ્રમોશન ઉપર ઘણું ધ્યાન આપ્યું. સાથે જ ફિલ્મના પ્રોમો વડે દર્શકોની અંર ફિલ્મ અંગે ઘણી ઉત્સુકતા બનાવી. ફિલ્મને દર્શકો સાથે ફિલ્મ ક્રિટિક્સનો પણ સારો રિસ્પૉન્સ મળ્યો.
જોવા જઇએ તો બર્ફીને ટક્કર આપવા બૉક્સ ઑફિસ ઉપર કોઈ બીજી મોટી ફિલ્મ મોજૂદ નહોતી. એક બાજુ એક થા ટાઇગર એકદમ ખામોશ થઈ ચુક્યો છે, તો બીજી બાજુ રાઝ 3 ઘણો સારો બિઝનેસ કરી ચુકી છે. આમ છતાં રાઝ 3એ બર્ફીના બિઝનેસને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કર્યું. વીકેન્ડે 8 કરોડનો બિઝનેસ કરી રાઝ 3 કુલ 63.15 કરોડનો બિઝનેસ કરી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
