ગાંધી જયંતીએ ‘હિંસા’ : બૅંગ બૅંગ Vs હૈદર, હૃતિક Vs શાહિદ, કૅટ Vs શ્રદ્ધા, સિદ્ધાર્થ Vs વિશાલ...
મુંબઈ, 27 ઑગસ્ટ : બૅંગ બૅંગ આગામી હિન્દી એક્શન થ્રિલર ફિલ્મ છે કે જે હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની બૉલીવુડ રીમેક છે. ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ લીડ રોલ કરી રહ્યા છે. મૂળ હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રુઇઝ તથા કૅમરન ડિયાઝ હતાં.
બીજી બાજુ વધુ એક અપકમિંગ ફિલ્મ છે હૈદર કે જે વિલિયમ શેક્સપીયર્સના ડ્રામા હૅમલેટ પર આધારિત છે અને તેનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે. હૈદરમાં શાહિદ કપૂર લીડ રોલમાં છે ને તબ્બુએ તેમના માતાનો રોલ કર્યો છે. ફિલ્મમાં તબ્બુના પતિ એટલે કે શાહિદના પિતાના મોત બાદ તબ્બુ પોતાના બનેવી એટલે કે શાહિદના માસા કે કે મેનન સાથે પરણે છે. ફિલ્મમાં આર્શિયાના રોલમાં શ્રદ્ધા કપૂર છે કે જે એક વ્યવસાયે પત્રકાર છે અને તે હૈદર તરીકે શાહિદની પ્રેમિકા છે.
બૅંગ બૅંગ અને હૈદર બંને ફિલ્મો 2જી ઑક્ટોબર, 2014ના રોજ રિલીઝ થવાની છે. બૅંગ બૅંગ સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ નિર્મિત ફિલ્મ છે, તો હૈદર વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત-સહ-લિખિત ફિલ્મ છે.
એક જ દિવસે બૉક્સ ઑફિસે ટક્કર વિશે શાહિદે જણાવ્યુ હતું - મેં બૅંગ બૅંગનો પ્રોમો જોયો છે અને તે મને ગમ્યો. હું ચોક્કસ તે ફિલ્મ જોઇશ. હું હૃતિકને શુભેચ્છા પાઠવુ છું. 2જી ઑક્ટોબર કે જ્યારે આ બંને ફિલ્મો રિલીઝ થવાની છે, તે પાંચ દિવસનો હૉલીડે પીરિયર છે અને મને વિશ્વાસ છે કે બંને ફિલ્મો ચાલશે.
ખેર, હાલ તો આપણે કરીએ બૅંગ બૅંગ વર્સિસ હૈદર : હૃતિક રોશન વર્સિસ શાહિદ કપૂરની સમીક્ષા :

બૉક્સ ઑફિસ ટક્કર
બૅંગ બૅંગ અને હૈદર બંને એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. બંને મોટા બજેટની ફિલ્મો છે. જોવાનું રહેશે કે ઑડિયંસ કોને અગ્રતા આપે છે.

હૃતિક વર્સિસ શાહિદ
જોકે હૃતિક પાસે એક બિગર ફૅન બેઝ છે, તો શાહિદે ગત વર્ષે સારી ફિલ્મો આપી પોતાના ફૅન્સ વધારયા છે. એટલે એ કહેવું ટફ છે કે કોણ બહેતર હશે.

કૅટરીના વર્સિસ શ્રદ્ધા
કૅટરીના કૈફ બૉલીવુડમાં લાંબા સમયથી હૉટ-એન-હિટ છે, જ્યારે શ્રદ્ધા કપૂર નવોદિત અભિનેત્રી છે, પરંતુ લેટેસ્ટ સેંસેશન પણ છે. ઑડિયંસ કોની પસંદગી કરશે.

કેમિસ્ટ્રી
હૃતિક-કૅટ બૉલીવુડના મોસ્ટ ગુડ લુકિંગ કપલ છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ શ્રદ્ધા-શાહિદની કેમિસ્ટ્રી પણ કંઈ ઓછી આવે તેવી નથી. ઑડિયંસને કોની કેમિસ્ટ્રી ગમશે.

પ્લૉટ
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે, તો હૈદર શેક્સપીયરના ડ્રામા હૅમલેટ પર આધારિત છે.

ડાન્સ
હૃતિક-શાહિદ બંને બેસ્ટ ડાન્સર્સ છે. બૅંગ બૅંગમાં હૃતિકે પેપી બીટ સાથે હૉટ ડાન્સ કર્યો છે, તો શાહિદે ડિફિકલ્ટ કાશ્મીરી ડાન્સ કર્યો છે.

રોલ ઑફ હીરો
હૃતિકે રાજવીર નંદાનો રોલ કર્યો છે કે જે એક સીક્રેટ એજંટ છે, તો શાહિદે હૅમલેટ ડ્રામાના પ્રિંસ હૅમલેટનો રોલ હૈદર તરીકે કર્યો છે.

રોલ ઑફ હીરોઇન
કૅટરીના ફિલ્મમાં હૉટ આઈ કૅન્ડી છે કે જેમણે કેટલાંક સ્ટંટ્સ પણ કર્યા છે, તો શ્રદ્ધા એક પત્રકારનો રોલ કરી રહ્યો છે. તેમનું નામ આર્શિયા છે.

સંગીત
બૅંગ બૅંગનું સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યુ છે કે જે પેપી અને ટ્રેન્ડી છે, તો વિશાલ ભારદ્વાજ દ્વારા કમ્પોઝ્ડ હૈદરનું સંગીત પરિસ્થિતિ અને સંસ્કૃતિ આધારિત છે.

સિદ્ધાર્થ વર્સિસ વિશાલ
સિદ્ધાર્થ આનંદે અગાઉ સલામ નમસ્તે અને અંજાના અંજાની જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યુ છે, તો વિશાલ ભારદ્વાજ ઓમકારા અને કમીને જેવી ફિલ્મો માટે જાણીતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
