Bang Bang : હૃતિકના આ 10 Stunts જોઈ શ્વાસ અદ્ધર થઈ જશે...
મુંબઈ, 30 સપ્ટેમ્બર : બૅંગ બૅંગ આગામી 2જી ઑક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ છે અને તેમાં પણ હૃતિક રોશનના એક્શન સિક્વંસને લઈને લોકોમાં ખૂબ જ આતુરતા છે. આ સ્ટંટ્સ હૃતિકે જાતે કર્યા છે કે જે શ્વાસ અદ્ધર કરી દેનારા છે.
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની બૉલીવુડ રીમેક છે કે જેમાં કેટલાક દેસી પરિવર્તનો કરાયા છે, જેમ કે કેમિકલ બૅટરીના સ્થાને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. બૅંગ બૅંગમાં ઘણા બધા ચેઝ સિક્વંસ અને કેટલાક આશ્ચર્યજનક સ્ટંટ્સ છે કે જે આપણા ગ્રીક ગૉડ હૃતિકે કર્યા છે.
જ્યારે હૃતિક રોશન બીમાર પડી ગયાં, ત્યારે મેકર્સે સ્ટંટમૅન વડે એક્શન દૃશ્યો કરાવ્યાં, પરંતુ હૃતિકને લાગ્યું કે તેમના માટે સ્ટંટમૅન ન શોભે અને તેઓ પોતે તે દૃશ્યો કરી શકે છે. એટલે જ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે સ્ટંટમૅન દ્વારા કરાયેલ એક્શન સીન્સ ફરીથી હૃતિક રોશનના સ્ટંટ્સ સાથે શૂટ કર્યાં.
હૃતિકે જણાવ્યું - સિદ્ધાર્થ એક દિગ્દર્શક અને મિત્ર તરીકે ખૂબ જ કૅરિંગ પર્સન છે. અમે આ ફિલ્મ કરવા દરમિયાન મિત્ર બની ગયાં. તેમણે મને તમામ પ્રકારની મદદ કરી અને એટલે જ મેં પણ અનુભવ્યું કે મારે મારૂં બેસ્ટ આપવું જોઇએ.
ચાલો તસવીરો સાથે જુઓ બૅંગ બૅંગ ફિલ્મમાં હૃતિક રોશને કરેલા શ્વાસ અદ્ધર કરનાર 10 સ્ટંટ્સ :

સ્ટંટ 1
આ સીનમાં હૃતિક રોશન એક રસ્સીના સહારે દીવાળ પર ચાલી રહ્યાં છે. આ સીન સાચે જ શ્વાસ અદ્ધર કરનાર છે.

સ્ટંટ 2
પીછો કરવાના એક દૃશ્યમાં ધાબા ઉપરથી જમ્પ મારતાં હૃતિક.

સ્ટંટ 3
આ દૃશ્યમાં બાઇક પર સવાર હૃતિક કાર ઉપર જમ્પ કરે છે.

સ્ટંટ 4
આ દૃશ્યમાં હૃતિક રોશન હવામાં ઉછળી બે બસોને ક્રૉસ કરી રહ્યાં છે.

સ્ટંટ 5
આ દૃશ્યમાં એક ગુંડો હૃતિકને ઘેરી લે છે, પરંતુ હૃતિક શાનદાર સ્ટંટ કરી ગન પોતાના હાથમાં લઈ લે છે અને ગુંડાને તગેડી મૂકે છે.

સ્ટંટ 6
આ દૃશ્ય પણ શ્વાસ અદ્ધર કરનારુ છે કે જેમાં હૃતિક જેટ પાસનો યૂઝ કરી પાણીમાંથી ગન સાથે બહાર આવે છે.

સ્ટંટ 7
આ દૃશ્ય નાઇટ એન્ડ ડેમાંથી પ્રેરિત છે કે જેમાં હૃતિક કૅટને ઝિપ ખોલવાનું કહે છે અને ચાલુ ગાડીએ કૅટ હૃતિકના જૅકેટની ઝિપ ખોલી તેમાંથી ગન કાઢી પીછો કરનારાઓ પર ફાયરિંગ કરે છે.

સ્ટંટ 8
આ દૃશ્યમાં હૃતિક રોશન વિમાન સાથે રસ્સી વડે પાણી ઉપર ખેંચાય છે.

સ્ટંટ 9
ગુંડાઓની ધોલાઈ કરતી વખતે હૃતિકે બંને પગ મહત્તમ પહોળા કરી શાનદાર સ્ટંટ કર્યું છે.

સ્ટંટ 10
હૃતિક રોશન ગુંડાને શૂટ કરવા માત્ર એક ચેનના સહારે બિલ્ડિંગ ઉપરથી જમ્પ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
