Pics: બલમા આયટમ સૉંગે ક્લાઉડિયાને આપી ઓળખ
મુંબઈ, 10 ડિસેમ્બર : બિગ બૉસ સીઝન 3માં પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લઈ ચુકેલ જર્મન મૉડેલ તેમજ એક્ટ્રેસ ક્લાઉડિયા સિએસ્લાએ તાજેતરમાં જ અક્ષય કુમારની ખિલાડી 786 ફિલ્મમાં બલમા આયટમ સૉંગ કર્યું છે. ક્લાઉડિયાનું કહેવું છે કે આ આયટમ ડાંસે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખ આપી છે અને તેના પછીથી તેમને દક્ષિણ ભારતની અનેક ફિલ્મોની ઑફરો મળવી શરૂ થઈ ગઈ છે.
ક્લાઉડિયાએ ગત 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલ અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી 786ના બલમા આયટમ સૉંગમાં સોનાક્ષી સિન્હા તેમજ અક્ષય કુમાર સાથે ડિસ્કો ડાંસ કર્યો છે. આ ગીતમાં તેમના ડાંસના ખૂબ વખાણ થઈ રહ્યાં છે.
ક્લાઉડિયાએ જણાવ્યું - હું આયટમ ગર્લ ગણાવાનું પસંદ કરીશ, કારણ કે હવે આ સન્માનજનક પદ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમામ મુખ્ય અભિનેત્રીઓ આયટમ સૉંગ કરી રહી છે. પછી તે કૅટરીના કૈફ હોય કે કરીના કપૂર. આયટમ સૉંગ નવી અભિનેત્રીઓ માટે એક સારો પ્લેટફૉર્મ છે કે જ્યાં તેઓ પોતાની અદાકારી તેમજ નૃત્ય કૌશલ દાખવી શકે છે.
આ સાથે જ ક્લાઉડિયાએ પોતાના ગીત વિશે જણાવ્યું - મારા આયટમ સૉંગ બાદ મને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વખાણ મળી રહ્યાં છે. અહીં સુધી કે અય સરે પ્રથમ વાર મારો ડાંસ જોઈ મારી ખૂબ પ્રશંસા પણ કરી હતી. મને બૉલીવુડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાહેરાતો સહિત અનેક ઑફરો મળી રહી છે.
ક્લાઉડિયા સિએસ્લા એક જર્મન મૉડેલ, એક્ટ્રેસ અને સિંગર છે. તેમણે માત્ર 15 વરસની વયે મૉડેલિંગ શરૂ કરી હતી. બિગ બૉસ 3માં તેઓ કૉન્ટસ્ટંટ તરીકે દેખાયા હતાં. તે શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરતા હતાં. ક્લાઉડિયાએ પછી જોર કા ઝટકા ટેલીવિઝન શોમાં પણ પોતાની હાજરી નોંધવી. આ શોને શાહરુખ ખાને હોસ્ટ કર્યો હતો. તેમાં તેઓ બીજા નંબરે રહ્યા હતાં.
આવો જોઇએ ક્લાઉડિયા સિએસ્લાની કેટલીક તસવીરો.

ક્લાઉડિયા સિએસ્લા
ક્લાઉડિયા એક જર્મન મૉડેલ, એક્ટ્રેસ અને સિંગર છે. તેમણે માત્ર 15 વરસની વયે મૉડેલિંગ શરૂ કરી હતી.

ક્લાઉડિયા સિએસ્લા
ક્લાઉડિયા સૌપ્રથમ બિગ બૉસ 3માં દેખાયા હતાં.

ક્લાઉડિયા સિએસ્લા
તે વખતે બિગ બૉસ 3ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરતા હતાં.

ક્લાઉડિયા સિએસ્લા
ક્લાઉડિયા પછી જોર કા ઝટકા શોમાં પણ ભાગ લીધો. તેને શાહરુખ ખાન હોસ્ટ કરતા હતાં.

ક્લાઉડિયા સિએસ્લા
જોર કા ઝટકા શોમાં ક્લાઉડિયા બીજા સ્થાને રહ્યા હતાં.

ક્લાઉડિયા સિએસ્લા
ક્લાઉડિયા તાજેતરમાં જ રિલીઝ થયેલ ખિલાડી 786માં દેખાયાં.

ક્લાઉડિયા સિએસ્લા
આ ફિલ્મમાં તેમણે બલમા આયટમ સૉંગ કર્યો છે.

ક્લાઉડિયા સિએસ્લા
તેમનો ડાંસ જોઈ અક્ષય કુમારે પણ વખાણ કર્યાં.

ક્લાઉડિયા સિએસ્લા
હવે ક્લાઉડિયાને અનેક ઑફરો મળી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
