બૅગેટર મિક્સર : રૂપેરી પડદે સાકાર થશે દેવ-સુરૈયાની પ્રણય-કથા
મુંબઈ, 25 સપ્ટેમ્બર : હા જી, આપે બરાબર જ સાંભળ્યું. બૉલીવુડના સદાબહાર હીરો દેવ આનંગની રીયલ પ્રણય-કથા રૂપેરી પડદે જોવા મળશે અને તેમની મહાન પ્રણય-કથાને રૂપેરી પડદે સાકાર કરશે તેમના પુત્ર સુનીલ આનંદ કે જેઓ બૅગેટર મિક્સર નામની ફિલ્મ બનાવી રહ્યાં છે. તેમાં દેવ સાહેબના જીવનના વણસ્પર્શેલા પાસાઓ દર્શાવવામાં આવશે.

બૅગેટર મિક્સરમાં સુનીલ આનંદ જ પોતે અભિનય કરશે અને નિર્માતા-દિગ્દર્શક પણ તેઓ જ રહેશે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તૈયાર કરાશે કે જેથી ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ લોકો દેવ સાહેબના અંગત જીવન વિશે જાણી શકે. ફિલ્મની ઔપચારિક જાહેરાત 26મી સપ્ટેમ્બર એટલે કે દેવ સાહેબના જન્મ દિવસે થશે. દેવ આનંદને તેમના જીવનમાં પ્રથમ વાર પ્રેમનો અહેસાસ વીતેલા જમાનાના સુંદર અભિનેત્રી સુરૈયાએ કરાવ્યો હતો.
દેવ આનંદ અને સુરૈયાની આંખો મળી હતી કિનારે-કિનારે ફિલ્મના શૂટિંગ દરમિયાન અને ત્યાંથી જ તેમનો પ્રેમ વધ્યો હતો, પરંતુ દર વખતની જેમ આ પ્રેમનો માર્ગ પણ સરળ નહોતો. સુરૈયા મુસ્લિમ હતાં અને મજહબ જ તેમના પ્રેમમાં વિઘ્ન બન્યું. દેવ આનંદ હંમેશા કહેતા રહ્યાં કે સુરૈયા તેમનો પ્રથમ પ્રેમ હતાં અને કાયમ રહેશે.
દેવના પુત્ર સુનીલ આનંદ કહે છે - હું તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. તેની પટકથા બહુ સારી છે. જેમ-જેમ સમય પસાર થશે, હું તેમનો વારસો આગળ વધારીશ. તેમેન કામ કરવું બહુ ગમતુ હતું. તેઓ સિનેમા સાથે પ્રેમ કરતા હતાં. હું તેમને સૌપ્રથમ પોતાના પિતા અને પછી એક મિત્રની જેમ યાદ કરુ છું. તેઓ મારા સૌથી સારા મિત્ર હતાં. મને તેમની સાથે કામ કરવું બહુ ગમતું. તેથી હું સમ્પૂર્ણ પ્રયત્ન કરીશ કે બૅગેટર મિક્સર વડે હું તેમને લોકો સમક્ષ રજુ કરી શકું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
