Pics : અરશદ સૌથી મજબૂત અભિનેતા : નસીરુદ્દીન
મુંબઈ, 5 ઑગસ્ટ : ફિલ્મ ઇશ્કિયામાં અરસધ વારસી સાથે કામ કરી ચુકેલા અભિનેતા-દિગ્દર્શક નસીરુદ્દીન શાહ અરશદ વારસીને બૉલીવુડના સૌથી મજબૂત અભિનેતા ગણે છે.
નસીરુદ્દીન શાહે એક વાતચીતમાં જણાવ્યું - અરશદ સાથે કામ કરતાં આનંદ થયો. તેઓ ઉમદા કલાકારોમાંના એક છે. તેઓ બૉલીવુડના સૌથી મજબૂત અભિનેતા છે. તેઓ પોતાના અંગે ખૂબ જ દૃઢ છે.
નસીરુદ્દીન શાહ ઇશ્કિયાની સિક્વલ ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં પુનઃ અરશદ વારસી સાથે કામ કરી રહ્યાં છે. અરશદ અંગે નસીરુદ્દીન કહે છે કે તેમના સહ-કલાકારો તેમને ગંભીરતાપૂર્વક નથી લેતાં. 2010માં આવેલી અભિષેક ચૌબે દિગ્દર્શિત ઇશ્કિયામાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતાં. હવે સિક્વલ માટે મુખ્ય ભૂમિકા માધુરી દીક્ષિત ભજવી રહ્યાં છે. ફિલ્મમાં હુમા કુરૈશી પણ છે.
ડેઢ ઇશ્કિયા અંગે નસીરુદ્દીન શાહ કહે છે - અમે લગભગ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ફિલ્મનું ક્લાઇમૅક્સ જ બાકી છે કે જે ટુંકમાં જ ફિલ્માવામાં આવશે. ડેઢ ઇશ્કિયા સરવાળે જુદા પ્રકારની વાર્તા છે. માધુરી દીક્ષિત અને હુમા કુરૈશી પણ ફિલ્મમાં મહત્વના રોલ કરી રહ્યાં છે.
આવો તસવીરોમાં જોઇએ અરશદ-નસીરની જોડી :

મજબૂત અભિનેતા
ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં અરશદ વારસી સાથે બીજી વાર કામ કરી રહેલા નસીરુદ્દીન શાહ અરશદને બૉલીવુડના સૌથી મજબૂત અભિનેતા કહે છે.

ગંભીરતાથી નથી લેતાં
નસીરનું કહેવું છે કે અરશદ વારસીને બૉલીવુડમાં તેમના સાથી કલાકારો ગંભીરતાથી નથી લેતાં.

ઇશ્કિયામાં કમાલ
અરશદ-નસીરની જોડીએ ઇશ્કિયા ફિલ્મમાં કમાલ કરી હતી.

અપેક્ષાઓ છે આ જોડી પાસે
લોકોને ઇશ્કિયા બાદ ડેઢ ઇશ્કિયા ફિલ્મને લઈને પણ આ જોડી પાસેથી બહુ અપેક્ષાઓ છે.

જૉલીની સફળતા
અરશદ વારસી સામાન્ય રીતે મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ કરતા દેખાતા હતાં, પરંતુ પહેલી વાર સોલો ફિલ્મ જૉલી એલએલબીમાં કામ કર્યું અને ફિલ્મ સફળ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
